સુરતના હજીરા અને ડીંડોલીમાં અચાનક તાવ આવ્યા બાદ ૩ યુવકોનાં મોત

સુરતના હજીરા અને ડીંડોલીમાં અચાનક તાવ આવ્યા બાદ ૩ યુવકોનાં મોત

સુરત,

સારવાર દરમિયાન તબિયત વણસતાં ૨૮, ૩૨ અને ૪૮ વર્ષીય યુવકોએ દમ તોડ્યો

શહેરના પાંડેસરા, હજીરા અને ડીંડોલી જેવા અલગ-અલગ ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારોમાંથી અચાનક તાવ આવ્યા બાદ માત્ર ૨૮, ૩૨ અને ૪૮ વર્ષની વયના ૩ આશાસ્પદ યુવકોનાં સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને હાહાકાર મચી ગયો છે.

આ ત્રણેય યુવકોને સામાન્ય તાવ આવ્યા બાદ અચાનક શારીરિક તબિયત ખૂબ જ લથડી ગઈ હતી. પરિજનો દ્વારા તેઓને તાત્કાલિક સ્મીમેર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તબીબોની ભારે મથામણ છતાં સારવાર દરમિયાન જ ત્રણેય યુવકોએ દમ તોડી દીધો હતો.
એકસાથે ત્રણ યુવાન વયના વ્યક્તિઓના તાવના લીધે મોત થતાં મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ઘટના બાદ પોલીસ અને તબીબી ટીમો દ્વારા ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો