ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રોની 40 ટકા વિઝા અરજી નામંજૂર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રોની 40 ટકા વિઝા અરજી નામંજૂર

નવી દિલ્હી,

નેપાળના 50 ટકા તો ચીનના માત્ર 5.8 ટકા છાત્રોની અરજી રિજેક્ટ

ઓસ્ટ્રેલિયા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વીઝા પ્રક્રિયાના નિયમો અત્યંત સખત બનાવી દીધા છે. જેના કારણે વીઝા રિજેક્ટ (નામંજૂર) થવાનો દર છેલ્લા એક દાયકાના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. 

ઓસ્ટ્રેલિયાની આ સખત વીઝા નીતિનો સૌથી મોટો ફટકો ભારતીય વિદ્યાર્થીઓને પડ્યો છે. ભારતમાંથી આવેલી કુલ વીઝા અરજીઓમાંથી 40 ટકાથી વધુ અરજીઓ રદ કરી દેવામાં આવી છે. મોટા ભાગના અન્ય દેશોની સરખામણીએ આ આંકડો ખૂબ જ ઊંચો છે. આ જ સમયગાળા દરમિયાન નેપાળથી આવેલી અડધાથી વધુ (50% થી વધુ) વીઝા અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ, ચીનના વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ સાવ અલગ જોવા મળી છે. ચીનનો વીઝા રિજેક્શન રેટ માત્ર 5.8 ટકા જ રહ્યો છે. આટલો મોટો તફાવત દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાનું ઇમિગ્રેશન તંત્ર અલગ-અલગ દેશોના આંતરરાષ્ટ્રીય અરજદારો સાથે ચકાસણી દરમિયાન જુદો વ્યવહાર કરી રહ્યું છે.

ઘણા કિસ્સાઓમાં કેટલાક લોકો અભ્યાસના નામે વીઝા મેળવીને માત્ર કામ કરવા અથવા કાયમી વસવાટ (PR) મેળવવા માટે ઓસ્ટ્રેલિયા જતા હતા. આ ટ્રેન્ડને રોકવા માટે સરકારે ‘જેન્યુઈન સ્ટુડન્ટ’ હોવાની શરત ખૂબ જ કડક રીતે લાગુ કરી છે. હવે અરજદારે દસ્તાવેજી પુરાવાઓ સાથે એ સાબિત કરવું પડે છે કે તેમનો પ્રાથમિક અને મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ભણવાનો જ છે.

સરકારની આ કડક નીતિથી ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને કોલેજો પણ ચિંતિત બની છે. ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રનો મોટો ફાળો છે. શિક્ષણ જગતના નિષ્ણાતોનું માનવું છે કે જો વિદ્યાર્થીઓમાં એવી છાપ ઊભી થશે કે ઓસ્ટ્રેલિયા હવે વિદેશી વિદ્યાર્થીઓનું સ્વાગત નથી કરતું, તો હોંશિયાર અને ખરેખર ભણવા માંગતા વિદ્યાર્થીઓ પણ ઓસ્ટ્રેલિયા જવાને બદલે કેનેડા, બ્રિટન કે અમેરિકા જેવા અન્ય દેશો તરફ વળી જશે. આનાથી ઓસ્ટ્રેલિયાની શિક્ષણ ઈન્ડસ્ટ્રીને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

You may also like

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: 240 તાલુકામાં મેઘ મહેર

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: 240 તાલુકામાં મેઘ મહેર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રોની 40 ટકા વિઝા અરજી નામંજૂર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રોની 40 ટકા વિઝા અરજી નામંજૂર

મણિપુરમાં ફરી હિંસા ભડકી, ચાર લોકોના મોત

મણિપુરમાં ફરી હિંસા ભડકી, ચાર લોકોના મોત