ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગાંધીનગર,

કેન્દ્રીય ગૃહ મંત્રીની ઓફિસ, સી.એમ.ઓ. અને શાળાઓને મોકલ્યા હતા ધમકીભર્યા ઈ-મેઈલ

તાજેતરમાં અમદાવાદની શાળાઓ, ગાંધીનગર કોર્ટ, ગુજરાત વિધાનસભા, સચિવાલય તેમજ બ્રિક્સ સમિટ સહિતના દેશ અને રાજ્યના અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના પ્રકરણમાં ગુજરાત સાયબર સેલને મોટી સફળતા મળી છે. આ ગંભીર મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ઇન્ટેલિજન્સના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે મુખ્ય શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ધમકીઓ માત્ર અફવા સાબિત થઈ હતી, તેમ છતાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાયબર સેલ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.

આરોપીઓએ ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરીને સુરક્ષા તંત્રને ગેરમાર્ગે દોરવાનો અને રાજ્ય તેમજ દેશમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ધમકીભર્યા ઈ-મેઈલ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક સ્તરે ભારતને સહકાર આપતા મિત્ર દેશોને પણ નિશાન બનાવવાના ઈરાદા સાથે મોકલવામાં આવ્યા હતા.

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સની સચોટ ટેક્નિકલ ટીમે આંતરરાજ્ય સ્તરે ઓપરેશન પાર પાડીને આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. હાલ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

You may also like

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: 240 તાલુકામાં મેઘ મહેર

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: 240 તાલુકામાં મેઘ મહેર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રોની 40 ટકા વિઝા અરજી નામંજૂર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રોની 40 ટકા વિઝા અરજી નામંજૂર