ભારતમાં ભરતી પ્રક્રિયામાં AIનો વધી રહેલો પ્રભાવ : 70% IT કંપનીઓ હવે ‘ઓળખાણ’ કરતાં અલ્ગોરિધમ પર વધારે વિશ્વાસ કરે છે

ભારતમાં ભરતી પ્રક્રિયામાં AIનો વધી રહેલો પ્રભાવ : 70% IT કંપનીઓ હવે ‘ઓળખાણ’ કરતાં અલ્ગોરિધમ પર વધારે વિશ્વાસ કરે છે

ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે થઈ રહેલા પરિવર્તનો માત્ર ઉદ્યોગોના કામકાજને જ નહીં, પરંતુ ભરતી પ્રક્રિયાને પણ મોટી અસર કરી રહ્યા છે. તાજેતરના રિપોર્ટ મુજબ, દેશની 70 ટકા IT કંપનીઓ હવે ભરતી માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. એટલે કે, નોકરી માટે ઓળખાણ, ભલામણ અથવા આંતરિક સ્રોતો પર આધાર રાખવાનો સમય હવે ધીમે ધીમે ભૂતકાળ બની રહ્યો છે. AI ભરતીની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં કી ભૂમિકા ભજવી રહ્યું છે.

આ રિપોર્ટ મુજબ IT ક્ષેત્ર બાદ બેંકિંગ, ફાઈનાન્સ અને ઈન્શ્યોરન્સ ક્ષેત્રની 50 ટકા કંપનીઓ પણ AI આધારિત ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. ખાસ કરીને ફ્રેશર્સની ભરતીમાં AIની ભૂમિકા ઘણો વધી ગઈ છે. રિઝ્યૂમ સ્ક્રીનિંગથી લઈને સ્કિલ ટેસ્ટ, કમ્યુનિકેશન મૂલ્યાંકન અને પ્રાથમિક ઇન્ટરવ્યૂ સુધી, અનેક તબક્કાઓમાં હવે AI નિર્ણય લે છે.

પહેલા ભરતીમાં HR મેનેજરો ઉમેદવારની પસંદગી નક્કી કરતા. પરંતુ હવે HR ટીમ પહેલા AI દ્વારા તૈયાર કરેલા “સ્કોરકાર્ડ” પર નજર કરે છે. AI ઉમેદવારની સ્કિલ, અનુભવ, પ્રોફાઇલ મેચિંગ, બુલેટ પોઈન્ટ્સ, ભૂતકાળના ડેટા અને બેન્ચમાર્ક આધારે ચોક્કસ સૂચનો આપે છે. એટલે હવે HR મેનેજરોનું પ્રથમ પ્રશ્ન હોય છે — AI શું કહે છે? ઉમેદવાર અમારી નક્કી કરેલી જરૂરિયાતો પૂરી કરે છે કે નહીં?

રિપોર્ટનો એક મહત્વનો મુદ્દો એ છે કે “AI નોકરી ખાઈ જશે” જેવો લોકોનો સામાન્ય ભ્રમ હદથી વધારે છે, કારણ કે રિપોર્ટ દર્શાવે છે કે AI, ડેટા અને ક્લાઉડ ટેકનોલોજીથી જોડાયેલા નવા રોલમાં 40 ટકા વધારો જોવા મળ્યો છે. એટલે નોકરીઓ ખતમ થવાની બદલે નવી સ્કિલવાળી નોકરીઓ સર્જાઈ રહી છે.

ફ્રેશર્સ માટે આ એક મોટી તક બની છે, કેમ કે કંપનીઓ હવે એવા ઉમેદવારોની શોધમાં છે જે આવનારા બે વર્ષમાં વિકસતી ટેકનોલોજીને સમજી અને તેમાં કામ કરી શકે. ફક્ત હાલની સ્કિલ્સ નહીં, પરંતુ ભવિષ્યમાં ટીમને ટેક સક્ષમ બનાવવા માટેની ક્ષમતા જોઈએ છે. AI દ્વારા ઉમેદવારના “પોટેન્શિયલ”નું મૂલ્યાંકન કરવું ઘણું સરળ બની ગયું છે.

કંપનીઓ માને છે કે લેગસી જોબ્સ, એટલે કે રોજિંદા રૂટિન અને રિપિટીટીવ કાર્યવાળી નોકરીઓમાં આગામી સમયમાં ઘટાડો થશે. કારણ કે આ પ્રકારની નોકરીઓ AI સરળતાથી સમાળી શકે છે. પરંતુ બીજી તરફ, ક્રિએટિવ, એનાલિટિકલ, સોલ્યૂશન-ઓરિએન્ટેડ અને ટેક સ્કિલવાળા ઉમેદવારો માટે નોકરીઓ વધશે.

AI આધારિત ભરતીથી કંપનીઓને મળતા મોટા ફાયદા છે —

  • માનવ ભૂલોમાં ઘટાડો
  • બેઝ્ડ-ફ્રી અને પારદર્શક ભરતી
  • ટેલેન્ટ શોધવામાં ઝડપ
  • મોટી સંખ્યામાં ઉમેદવારોનું મૂલ્યાંકન કરવા સરળતા
  • ખર્ચમાં ઘટાડો

સૌથી મહત્વનું એ છે કે હવે “ઓળખાણથી નોકરી” મળવાનો સમય લગભગ સમાપ્ત થઈ રહ્યો છે. AI આધારિત સિસ્ટમ ઉમેદવારની ક્ષમતા, સ્કિલ્સ, કમ્યુનિકેશન અને રોલ સાથેના મેળને આધારે જ નિર્ણય લે છે. એટલે યોગ્ય પ્રતિભા ધરાવનાર ઉમેદવારને યોગ્ય તક મળી શકે છે.

આ બદલાતી ભરતી પદ્ધતિ ભારતના કોર્પોરેટ જગતનો નવા યુગ તરફનો સંકેત છે. હવે ઉમેદવારોને ટેકનિકલ તેમજ સોફ્ટ સ્કિલ્સ સાથે સાથે AI રીડિનેસ, ડેટા હેન્ડલિંગ અને ડિજિટલ સમજણ વધારવી પડશે. આવનારા સમયમાં AI સાથે કામ કરવાની ક્ષમતા જ સફળ કારકિર્દી માટે સૌથી મોટું હથિયાર બનશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ