ભારતીય પાયલોટ સ્મિતને ઇઝરાયલના સર્વોચ્ચ નાગરિકતા વીરતા પુરસ્કારની જાહેરાત

ભારતીય પાયલોટ સ્મિતને ઇઝરાયલના સર્વોચ્ચ નાગરિકતા વીરતા પુરસ્કારની જાહેરાત

નવી દિલ્હી ,

સ્મિત મચ્છરને પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી સન્માનિત કરાશે

હાઈજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવી 174 મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેપ્ટન મચ્છરને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે.

યરૂશલેમ ખાતે છ ઈઝરાયલી નાગરિકોને વીરતા પુરસ્કાર આપતી વખતે રાષ્ટ્રપતિ હર્ઝોગે ખાસ ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "આજે જે ઈઝરાયલી વીરોને આપણે સન્માનિત કરી રહ્યા છીએ, તેમની સાથે આપણે ભારતના કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે મને ઈઝરાયલની જનતા વતી તેમને આ પુરસ્કાર આપવાનું સન્માન મળશે." ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ 7 ઓક્ટોબર 2023 ના આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ હર્ઝોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ વીરતા દર્શાવનારા નાગરિકોને આપવામાં આવે છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો