એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo અને 18 Pro સીરિઝ લોન્ચ Sep 10, 2026 નવી દિલ્હી,નવી 18 Pro સીરિઝના પાવરફુલ સ્પેસિફિકેશન્સ અને લાંબી બેટરી લાઈફ ટેક જાયન્ટ એપલે કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત પ્રખ્યાત 'સ્ટીવ જોબ્સ થિયેટર' ખાતે યોજાયેલા વાર્ષિક 'Apple Event 2026'માં ટેક જગતને ચોંકાવતા પોતાના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo'ની સાથે અત્યાધુનિક 'iPhone 18 Pro' સીરિઝ સત્તાવાર રીતે લોન્ચ કરી છે. કંપનીના નવા સીઈઓ જોન ટર્નસે "Surprise and shine" ટેગલાઇન સાથે શરૂ થયેલી આ ઇવેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને ભવિષ્યનું મુખ્ય પ્રેરક બળ ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કંપનીએ પોતાની નવી પેઢીના ગેજેટ્સ અને તેની કિંમતોની વિગતો જાહેર કરી હતી.નવી લોન્ચ થયેલી iPhone 18 Pro અને Pro Max સીરિઝ ચિત્તાકર્ષક 4 નવા કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવી છે. આ ડિવાઇસિસમાં અત્યંત શક્તિશાળી 2nm A20 Pro ચિપસેટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રોસેસિંગ સ્પીડને એક નવા સ્તરે લઈ જાય છે. આ ઉપરાંત, ફોનની બેટરી ક્ષમતામાં મોટો સુધારો કરીને તેને 45 કલાક સુધીનો બેકઅપ આપવા માટે સક્ષમ બનાવવામાં આવી છે. આ સીરિઝની સાથે કંપનીએ લેટેસ્ટ AirPods 5 પણ રજૂ કર્યા છે.એપલ દ્વારા રજૂ કરવામાં આવેલા તેના અત્યાર સુધીના સૌથી ચર્ચાસ્પદ અને પ્રથમ ફોલ્ડેબલ ફોન 'iPhone Duo' યુઝર્સ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ફોલ્ડેબલ ટેક્નોલોજી અને અત્યાધુનિક ફિચર્સથી સજ્જ આ ફોનની ભારતીય બજારમાં પ્રારંભિક કિંમત ₹2,99,900 રાખવામાં આવી છે. આ લોન્ચ સાથે એપલે ફોલ્ડેબલ માર્કેટમાં પણ મજબૂત પગપેસારો કર્યો છે. Next Post