બદ"સૂરત" હકીકત: Blinkit પરથી મંગાવેલા મોતીચૂરના લાડુંમાં ફૂગ નીકળી Sep 15, 2026 સુરત,ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો, Blinkit દ્વારા ઉડાઉ જવાબ મળ્યોગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન ઓનલાઈન ઓર્ડર કરાયેલા મોતીચૂરના લાડુને લઈને સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પ્રદીપ ગુપ્તાએ Blinkit પરથી મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા. જોકે, લાડુનું પેકેટ ખોલતાં તેમાં ફૂગ જોવા મળતાં ગ્રાહકે નારાજગી વ્યક્ત કરી હતી.પ્રદીપ ગુપ્તાના જણાવ્યા મુજબ, ગણેશ ચતુર્થી નિમિત્તે તેમણે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે લાડુનો ઓર્ડર કર્યો હતો. લાડુ મળ્યા બાદ તપાસ કરતાં કેટલાક લાડુ ફૂગવાળા હોવાનું જણાયું હતું. આ અંગે તેમણે વીડિયો બનાવી સમગ્ર મામલો સામે લાવ્યો હતો. ગ્રાહકે લાડુની ગુણવત્તા અંગે ફરિયાદ કરતાં Blinkit તરફથી મળેલા જવાબને લઈને પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો છે. ગ્રાહકનો આક્ષેપ છે કે ફરિયાદને ગંભીરતાથી લેવાને બદલે તેમને ઉડાઉ જવાબ મળ્યો હતોઆ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રદીપ ગુપ્તાએ સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે. સાથે જ તેમણે ખાદ્ય ચીજોની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે જવાબદાર કંપની સામે તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ગ્રાહકે રાજ્યના આરોગ્ય મંત્રીને પણ અપીલ કરી છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને જો ખાદ્ય પદાર્થમાં ખરેખર ગુણવત્તાની ખામી જણાય તો સંબંધિત જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. Previous Post Next Post