સોના-ચાંદીમાં મોટો કડાકો : તેજીના વળતા પાણી શરૂ, બે દિવસમાં ચાંદી રૂ.42,000 અને સોનું રૂ.10,000 તૂટ્યું

સોના-ચાંદીમાં મોટો કડાકો : તેજીના વળતા પાણી શરૂ, બે દિવસમાં ચાંદી રૂ.42,000 અને સોનું રૂ.10,000 તૂટ્યું

વૈશ્વિક બજારમાં તેજી બાદ અચાનક મંદી

સોના-ચાંદીમાં તાજેતરમાં જોવા મળેલી અભૂતપૂર્વ તેજી અને રેકોર્ડ બ્રેક ભાવો બાદ હવે બજાર ઉલટી દિશામાં દોડતું હોય તેવું દૃશ્ય સર્જાયું છે. સતત ત્રીજા દિવસે આજે પણ બંને કિંમતી ધાતુઓમાં કડાકાભડાકા જોવા મળ્યા હતા. વૈશ્વિક બજારમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રહેતા સ્થાનિક બજાર પર પણ તેની સીધી અસર પડી છે.

છેલ્લા ત્રણથી ચાર દિવસથી શરૂ થયેલા ઘટાડાએ આજે વધુ વેગ પકડ્યો હતો, જેના કારણે રોકાણકારો અને વેપારીઓ બંને સાવચેત બન્યા છે.
 

ચાંદીમાં બે દિવસમાં ભારે ગાબડું

ચાંદીના ભાવમાં સૌથી મોટો ઝટકો જોવા મળ્યો છે. છેલ્લા માત્ર બે દિવસમાં જ ચાંદીમાં આશરે રૂ.42,000નો ઘટાડો નોંધાયો છે. આજે પ્રારંભિક કામકાજમાં જ ચાંદીમાં વધુ રૂ.16,000નો કડાકો થયો હતો.

ભારતીય કોમોડીટી એક્સચેંજમાં ચાંદીનો ભાવ ઘટીને રૂ.2,49,200 સુધી પહોંચ્યો હતો, જ્યારે એક તબક્કે નીચામાં રૂ.2,43,645 સુધી તૂટી ગયો હતો. જોકે હાજર બજારમાં ચાંદી રૂ.2.63 લાખ આસપાસ બોલાતી હતી. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ ઘટીને 79.24 ડોલર પ્રતિ ઔંસ નોંધાયો હતો.
 

સોનામાં વાયદા અને હાજર બજારમાં ઘટાડો

ચાંદીની સાથે સોનામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. વાયદા બજારમાં આજે પ્રારંભિક કામકાજ દરમિયાન સોનાનો ભાવ રૂ.3,400ના ઘટાડાથી રૂ.1,38,800 રહ્યો હતો અને એક તબક્કે નીચામાં રૂ.1,37,455 સુધી સરકી ગયો હતો.

હાજર બજારમાં સોનાનો ભાવ અંદાજે રૂ.1.54 લાખ નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ પણ ઘટીને 4,685 ડોલર પ્રતિ ઔંસ આસપાસ પહોંચ્યો હતો.
 

બજેટ બાદ ડ્યુટીમાં ફેરફાર ન થતાં નિરાશા

ગઇકાલે રજૂ થયેલા કેન્દ્ર સરકારના બજેટને લઈ સોના-ચાંદી પર લાગતી ડ્યુટીમાં ફેરફાર થવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ બજેટમાં સોના-ચાંદી અંગે કોઈ ખાસ જાહેરાત કે ડ્યુટીમાં ફેરફાર ન થતાં બજારમાં નિરાશાનું વાતાવરણ સર્જાયું હતું.

જાણકારોનું માનવું છે કે જો કે ડ્યુટીમાં ફેરફાર ન થવાથી ભાવ પર સીધી અસર પડી નથી, પરંતુ બજારમાં રહેલી અપેક્ષાઓ તૂટતાં ભાવમાં નકારાત્મક માહોલ સર્જાયો છે.
 

કરેકશન કે લાંબા ગાળાની મંદી? બજારમાં અટકળો

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહીનાઓમાં સોના-ચાંદીમાં આવેલી ભારે તેજી પાછળ અનેક કારણો જવાબદાર હતા. વૈશ્વિક સ્તરે ભૌગોલિક તણાવ, યુદ્ધના ભણકારા, આર્થિક અનિશ્ચિતતા, ટેરિફ વોર તેમજ દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોની ભારે ખરીદીના કારણે બંને ધાતુઓના ભાવ સતત ઉંચા ગયા હતા.

જાણકારો અગાઉથી જ ચેતવણી આપી રહ્યા હતા કે આ તેજી પાછળ સટ્ટાકીય પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે અને ટૂંકા ગાળામાં મોટું કરેકશન આવી શકે છે. હવે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલી રહેલો કડાકો આ કરેકશનનો જ ભાગ છે કે પછી તેજીના વળતા પાણી શરૂ થયા છે તે અંગે હજુ બજારમાં ચર્ચાઓ ચાલી રહી છે.
 


હાજર વેપારમાં ઠપ્પી બાદ ફરી ચહલ-પહલની આશા

ભાવમાં ભારે ઉથલપાથલના કારણે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સોના-ચાંદીના હાજર વેપારમાં લગભગ ઠપ્પી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉંચા ભાવને કારણે રીટેઇલ ઘરાકી પણ લાંબા સમયથી સુસ્ત પડી ગઈ હતી.

હવે ભાવમાં ઘટાડા બાદ વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે હાજર બજારમાં ફરીથી લેવડદેવડ શરૂ થશે અને બજારમાં થોડી ચહલ-પહલ જોવા મળશે. જોકે, રોકાણકારો હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સતર્ક વલણ અપનાવી રહ્યા છે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ