શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો:  6 લાખ કરોડ સ્વાહા

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો: 6 લાખ કરોડ સ્વાહા

મુંબઈ,

ક્રૂડ ઓઇલ 109 ડોલર પર પહોચતા મોંઘવારી ફાટીને ધુમાડે જશે

શુક્રવારે સવારના કારોબારમાં વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 740થી વધુ પોઈન્ટ ગગડીને 74,160 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 50 પણ આશરે 250 પોઈન્ટના ઘટાડા સાથે 23,231 ની ઇન્ટ્રાડે સપાટીએ સરકી ગયો છે, જેના કારણે રોકાણકારોને શરૂઆતની મિનિટોમાં જ લાખો કરોડનું નુકસાન થયું છે.

શેરબજારમાં આવેલા અચાનક વેચવાલીના દબાણને કારણે બજારમાં વ્યાપક મંદી જોવા મળી છે. બીએસઈ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 478 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ભારે ઘટાડાને કારણે માત્ર શરૂઆતની પાંચ મિનિટમાં જ રોકાણકારોના અંદાજે 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ દોઢ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન તથા યમનના હૂથી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિતદળો વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બનતા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ફરી વધીને પ્રતિ બેરલ 109 ડૉલરને પાર પહોંચી ગઈ છે. 100 ડૉલરની આજુબાજુ ચાલી રહેલા બ્રેન્ટ ક્રૂડના ભાવ એક જ દિવસમાં ઉછળીને 109 ડૉલરની સપાટીને સ્પર્શી જતા આખી દુનિયામાં તેની અસર જોવા મળી હતી. આનાથી સપ્લાય શિથિલ થવાની અને વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની દહેશત ઊભી થઈ છે, જેની સીધી અસર ભારતના જીડીપી ગ્રોથ અને કોર્પોરેટ કમાણી પર પડી શકે છે.

અમેરિકામાં વધતી મોંઘવારી અને દેવાને કારણે યુએસ 10-વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને 4.98 ટકા પર પહોંચી ગઈ છે. આ વધારો 5 ટકાની મહત્ત્વની સપાટીની નજીક છે, જેને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સિવાય યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાએ પણ બજારની ચિંતા વધારી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં આ વિવાદનો ઉકેલ આવવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે. હૂથી વિદ્રોહીઓ દ્વારા યમનના મોટા પોર્ટ પર કબજો જમાવવામાં આવતા ઓઈલ સપ્લાય શિપમેન્ટ પ્રભાવિત થવાનો ડર વધી ગયો છે, જે વૈશ્વિક બજારો માટે નકારાત્મક સાબિત થઈ રહ્યો છે.

આ મુખ્ય કારણો ઉપરાંત, દેશમાં આઈપીઓની બોલબાલાને કારણે માર્કેટમાંથી મોટું નાણું પ્રાઇમરી માર્કેટ તરફ વળી ગયું છે, જેણે સેકન્ડરી માર્કેટને અસર કરી છે. વળી, યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયો પણ 27 પૈસા ઘટીને 95.79 ના સ્તરે પહોંચી ગયો છે, જેનાથી બજાર પરનું દબાણ વધુ વધ્યું છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા પણ મજબૂત સામે આવ્યા છે જેના કારણે ફેડરલ બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારો ઝીંકવાની શક્યતા વધી ગઈ છે. જ્યારે બીજી બાજુ વિદેશી રોકાણકારો જબરદસ્ત રીતે વેચાણ કરી રહ્યા હોવાથી FII નો આંકડો ગગડતો જઈ રહ્યો છે.

You may also like

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો:  6 લાખ કરોડ સ્વાહા

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો: 6 લાખ કરોડ સ્વાહા

નાગપુર-રાયપુર હાઈવે પર ટ્રક અને પિક અપની ટક્કરમાં 3 બાળકો સહિત 8ના મોત

નાગપુર-રાયપુર હાઈવે પર ટ્રક અને પિક અપની ટક્કરમાં 3 બાળકો સહિત 8ના મોત

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 190 પર પહોંચી

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 190 પર પહોંચી

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો