અમદાવાદમાં ચાલુ વરસાદે બે યુવાનોના મૃતદેહ મળ્યા: કરંટ લાગવાથી મોતની શંકા

અમદાવાદમાં ચાલુ વરસાદે બે યુવાનોના મૃતદેહ મળ્યા: કરંટ લાગવાથી મોતની શંકા

અમદાવાદ,

એ.સી. રિપેર કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ બંને મિત્રોના મૃતદેહ મળ્યા

અમદાવાદના વટવામાં ગામડી જવાના રોડ ઉપરથી વરસતા વરસાદમાં બે યુવકોને મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં બંને મિત્રો 17મી સપ્ટેમ્બરના રોજ એ.સી રિપેરિંગ કરવા માટે જવાનું કહીને ઘરેથી ગયા હતા અને 18મી સપ્ટમ્બરના રોજ સવારે તેના મૃતદેહ મળી આવ્યા હતા. શરીરે ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. કરંટથી મોતની શંકા સેવાઈ રહી છે, જો કે, ત્યાંથી જીવતા કોઈ વાયર પણ મળી આવ્યા ન હતા.

શાહવાડી નારોલ ખાતે રહેતા 27 વર્ષીય રજનીકાંત ચૌહાણ અને જમાલપુરમાં રહેતા 37 વર્ષીય દિપક પરમાર બંને મિત્રો ગઈકાલે એ.સી. રિપેરિંગ કરવા જવાનું કહીને ઘરેથી બાઈક પર બેસીને ગયા હતા. આ દરમિયાન શુક્રવારે સવારે વટવા પોલીસને મેસેજ મળ્યો હતો કે વટવા વિસ્તારમાં ગામડી ગામ તરફ જવાના માર્ગ ઉપર બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. વટવા પોલીસે તપાસ કરતાં બન્ને યુવકોના શરીર ઉપરથી ઈજાના નિશાન મળ્યા ન હતા જેથી મોત ક્યા કારણથી થયા હતા. તે જાણવા હાલ તો પોલીસે પીએમ અને એફએસએલ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે, બીજીતરફ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ લોકેશન આધારે તપાસ કરાઈ રહી છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો