કમિશનર જાતે ડામર રોડની ગુણવત્તા ચકાસવા મેદાનમાં ઉતર્યાં, ત્રણેય ઝોનમાં થઈ તપાસ Nov 15, 2025 રાજકોટ શહેરમાં હાલ ચાલી રહેલા ડામર રોડના કામોની ગુણવત્તા અંગે રાજ્ય સરકાર દ્વારા કડક મોનીટરીંગના આદેશ બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સ્વયં મેદાનમાં ઉતરી ગયા છે. મુખ્યમંત્રીના સૂચન અનુસાર નવા-જુના કામની ગુણવત્તા સુનિશ્ચિત કરવા અને તેમાં કોઈ બાંધછોડ ન થાય તે માટે અધિકારીઓની ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આજ રોજ વિશેષ ચકાસણીઓ હાથ ધરવામાં આવી હતી.ત્રણ ઝોનમાં નિરીક્ષણ – સ્થળ પર જ નમૂના ચકાસ્યાકમિશનરે આજે પૂર્વ, પશ્ચિમ અને મધ્ય – ત્રણેય ઝોનમાં ચાલી રહેલા રોડ-રસ્તા રિપેરીંગ અને ડામર કામોની પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ સ્થળ પર જ મટીરિયલના નમૂનાઓ તપાસ્યા અને કામકાજની ગુણવત્તા અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી.શહેરજનોને સલામત માર્ગ સુવિધા પ્રાથમિકતામુલાકાત દરમિયાન કમિશનર સુમેરાએ જણાવ્યું કે શહેરજનોને સરળ, સલામત અને ગુણવત્તાસભર માર્ગ સુવિધા મળે તે મહાનગરપાલિકાની પ્રથમ પ્રાથમિકતા છે. તંત્ર દ્વારા નક્કર આયોજન સાથે કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે.આ વર્ષે ડામર કામનો વ્યાપ 1.5 થી 2 ગણો વધુકમિશનર મુજબ, આ વર્ષે રાજકોટમાં ડામર રોડના કામોનો વ્યાપ પાછલા વર્ષોની સરખામણીએ દોઢથી બે ગણો વધારે રહ્યો છે. વધુ વિસ્તાર આવરી લેવાતા, કામની ગુણવત્તા પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે અને દરેક ઝોનમાં નિયમિત મોનીટરીંગ થઈ રહ્યું છે.અધિકારીઓ અને ઇજનેરો ઉપસ્થિતકમિશનરના આ નિરીક્ષણ દરમ્યાન સિટી એન્જિનિઅર, ડેપ્યુટી સિટી એન્જિનિઅર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. Previous Post Next Post