રાજકોટ જિલ્લામાં કનેસરા, રૂપાવટી અને વાસાવડમાં ત્રણ નવી રેશન દુકાનોને મંજૂરી; ત્રણ દુકાનો મર્જ કરવાનો પણ નિર્ણય Nov 15, 2025 રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે આયોજિત જિલ્લા પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રેશનિંગ વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં ત્રણ ગામોમાં નવી વાજબી ભાવની દુકાનોને મંજૂરી આપવાની સાથે ત્રણ દુકાનોને મર્જ કરવાનો પણ સર્વાનુમતે નિર્ણય થયો.ત્રણ ગામોમાં નવી રેશન દુકાનોની ફાળવણીસમીક્ષાત્મક બેઠકમાં કનેસરા, રૂપાવટી અને વાસાવડ ગામોમાં સામાન્ય કેટેગરી હેઠળ નવી દુકાનોની ફાળવણી કરવામાં આવી.ફાળવણી પ્રાપ્ત કરનારાઓ:કનેસરા (જસદણ તાલુકો): તૃપ્તિબેન માલકીયારૂપાવટી: તૃપ્તિબેન મહેતાવાસાવડ: અંકિતાબેન પરમારઆ નિર્ણયથી ગ્રામ્ય ગ્રાહકોને નજીકમાં રેશન ઉપલબ્ધ થશે અને પુરવઠા વ્યવસ્થામાં સરળતા વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.ત્રણ રેશન દુકાનોને મર્જ કરવાનો નિર્ણયબેઠક દરમ્યાન પુરવઠા વિભાગે ત્રણ જૂની દુકાનોને મર્જ કરવા અંગે રજૂઆત કરી હતી, જેને સમિતિએ મંજૂરી આપી. આ મર્જિંગથી પુરવઠા ક્ષેત્રોની વ્યવસ્થા વધુ વ્યવસ્થિત બનશે.અધિકારીઓની હાજરીમાં મહત્વની સમીક્ષાઆ બેઠક જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં યોજાઈ હતી.બેઠકમાં નીચેના સભ્યો ઉપસ્થિત રહ્યા:જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાજિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદજિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડાજિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિત પટેલમહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલસમિતિના અન્ય સભ્યોબેઠકમાં નવેમ્બર માસની પુરવઠા કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. Previous Post Next Post