બે સ્પેશિયલ કોરિડોર દ્વારા ભીડ નિયંત્રણનું આયોજન, રાજકોટ લોકમેળાના મેદાનના નકશાને આખરી ઓપ

બે સ્પેશિયલ કોરિડોર દ્વારા ભીડ નિયંત્રણનું આયોજન, રાજકોટ લોકમેળાના મેદાનના નકશાને આખરી ઓપ

રાજકોટ,

 આગામી દિવસોમાં સ્ટોલ વિતરણની પ્રક્રિયા શરૂ થશે

રાજકોટના આંગણે યોજાનાર લોકમેળાને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મેળાના આયોજનને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે મેદાનના નકશાને આજે સાંજ સુધીમાં આખરી ઓપ આપી દેવામાં આવશે. આ સાથે જ, મેળામાં ભાગ લેવા ઈચ્છુક વેપારીઓ માટે સ્ટોલના ફોર્મનું વિતરણ આગામી તારીખ ૨૦ ઓગસ્ટની આસપાસ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
મેળાના ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અંગે મળતી માહિતી મુજબ, મુલાકાતીઓની ભીડને ધ્યાનમાં રાખીને બે ખાસ કોરિડોર બનાવવામાં આવશે. જેમાં એક કોરિડોર મુખ્ય ગેટ તરફ અને બીજો કોરિડોર જૂના એરપોર્ટ તરફ જવાના રસ્તા સામેના ગેટ બાજુ તૈયાર કરવામાં આવશે, જેથી અવરજવર સરળ બને.

સ્ટોલ ભાડાના દર અને ફોર્મ વિતરણ અંગે ટૂંક સમયમાં નિર્ણય

વધુમાં, સ્ટોલના ભાડા અને તેની ફાળવણીની પ્રક્રિયા અંગે વહીવટીતંત્ર દ્વારા અત્યારે ગંભીર મથામણ કરવામાં આવી રહી છે. સ્ટોલના ભાડાના દરો નક્કી કરવા માટે આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. મેળામાં સ્ટોલ મેળવવા ઈચ્છતા વેપારીઓએ હવે ફોર્મ વિતરણની તારીખ અને નિયમોના સત્તાવાર જાહેરનામાની રાહ જોવી પડશે. તંત્ર દ્વારા મેળાને વધુ આકર્ષક અને વ્યવસ્થિત બનાવવા માટે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી નાગરિકો આનંદ અને સલામતી સાથે મેળાનો માણી શકે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન