સાયબર ફ્રોડ અટકાવવા કેન્દ્ર સરકારનું મોટું પગલું: હવે સિમ વગર મેસેજિંગ એપ નહિ ચાલે

સાયબર ફ્રોડ અટકાવવા કેન્દ્ર સરકારનું મોટું પગલું: હવે સિમ વગર મેસેજિંગ એપ નહિ ચાલે

ભારતમાં વધી રહેલા સાયબર ક્રાઇમ, ફ્રોડ અને નકલી એકાઉન્ટથી પડકારો વચ્ચે કેન્દ્ર સરકારે મેસેજિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેર થયેલા નવા નિયમો મુજબ હવે વોટ્સએપ, ટેલિગ્રામ, સ્નેપચેટ, સિગ્નલ સહિત તમામ OTP આધારીત મેસેજિંગ એપ્સ ફક્ત ત્યારે જ કામ કરશે જ્યારે યુઝરના ફોનમાં સિમ કાર્ડ એક્ટિવ હશે. આ પગલું આગામી 90 દિવસમાં દેશભરમાં અમલમાં આવશે.

સરકારનું માનવું છે કે આ નિયમોના અમલીકરણ બાદ સાયબર છેતરપિંડીમાં નોંધપાત્ર ઘટાડો થશે, નકલી એકાઉન્ટ પર નિયંત્રણ મળશે અને સ્પામ-ફ્રોડ જેવી ઘટનાઓમાં મોટા પાયે ઘટાડો થશે.

સિમ કાઢતાં જ WhatsApp–Telegram બંધ! ડેસ્કટોપ પર 6 કલાકે થશે Auto Logout

દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા જાહેર કરાયેલ આદેશ અનુસાર હવે જો તમે મોબાઈલમાંથી સિમ કાઢી દો તો:

  • વોટ્સએપ
  • ટેલિગ્રામ
  • સ્નેપચેટ
  • સિગ્નલ
  • શેરચેટ
  • જિયોમેટ
  • અરાટાઈ
  • ઝોરા

જવાં મેસેજિંગ પ્લેટફોર્મ તરત જ બંધ થઈ જશે.

ડેસ્કટોપ અને લેપટોપ પર લોગિન કરનારાઓ માટે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મેસેજિંગ એપ્સને દર 6 કલાકે યુઝરને Auto Logout કરવું પડશે. પુનઃ લોગિન કરવા માટે મોબાઈલથી નવું QR સ્કેન કરવું ફરજિયાત રહેશે.

90 દિવસમાં નિયમ પાલન ફરજિયાત, નહિ તો કાર્યવાહી

બધા મોટા OTT મેસેજિંગ પ્લેટફોર્મને 90 દિવસની અંદર નવો સિસ્ટમ અમલમાં મૂકવો પડશે. 120 દિવસમાં સરકારને રિપોર્ટ સુપ્રત કરવો પડશે.
નિયમ તોડનાર કંપનીઓ સામે:

  • Telecommunication Act
  • Telecom Cyber Security Rules

અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવો નિયમ કેમ લાવવામાં આવ્યો?

સરકાર મુજબ છેલ્લા કેટલાય વર્ષોમાં સાયબર ફ્રોડમાં અતિશય વધારો થયો હતો. મોટા પ્રમાણમાં આવી ઘટનાઓમાં ઇનએક્ટિવ અથવા ખોટી ઓળખના નંબરનો ઉપયોગ થતો હતો.

આ નિયમથી નીચેના ફાયદા થશે:

  • બંધ/ઇનએક્ટિવ નંબરનો ખોટો ઉપયોગ અટકશે
  • સાયબર ફ્રોડ, સ્પામ અને નકલી એકાઉન્ટ પર નિયંત્રણ
  • યુઝરની ઓળખમાં પારદર્શિતા (KYC)
  • બંધ નંબર અન્ય યુઝરને ફાળવો ત્યારે કોઈ સિક્યુરિટી જોખમ નહિ રહે

હાલ એપ્સ કેવી રીતે ચલાવવામાં આવે છે?

અત્યારે યુઝર કોઈપણ મોબાઈલ નંબરથી OTP વેરિફાય કરી એપ ચલાવી શકે છે.
એકવાર વેરિફિકેશન થઈ જાય પછી:

  • નંબર બંધ થઈ જાય…
  • સિમ કાઢી દેવાય…
  • મોબાઈલ નેટવર્ક ન હોય…
  • તો પણ એપ ચાલુ જ રહતી  હતી.

આ loophole નો ઉપયોગ ઘણા સાયબર ગુનેગારો વર્ષોથી કરતા આવ્યા છે.

નવા નિયમ બાદ શું બદલાશે?

નવા નિયમ અનુસાર:

  • મોબાઈલ નંબર inactive → એપ તરત inactive
  • સિમ ફરી એક્ટિવ થયા પછી જ લોગિન શક્ય
  • નંબર બંધ કરવો એટલે એપ આપમેળે બંધ
  • જૂનો ઇનએક્ટિવ સિમ લઈને WhatsApp/Telegram એકાઉન્ટ બનાવવું હવે અશક્ય
  • સિસ્ટમમાં તે નંબર “invalid” અથવા “inactive” તરીકે દેખાશે

ડેસ્કટોપ/લેપટોપ પર શું ફેરફાર?

હાલમાં ડેસ્કટોપ પર વોટ્સએપ/ટેલિગ્રામ એકવાર લિંક થઈ જાય તો તે મોબાઈલથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ કાર્ય કરે છે.

પરંતુ હવે:

  • દર 6 કલાકે ફરજિયાત Logout
  • ફરી QR સ્કેન કર્યા વગર એપ નહિ ચાલે
  • યુઝરના ફોનમાં સિમ એક્ટિવ હોવું ફરજિયાત

કઈ કઈ એપ્સ પર અસર પડશે?

આ નિયમોથી અસર થશે:

  • WhatsApp, Telegram, Snapchat, Signal
  • iMessage
  • Facebook/Instagram નંબર-લિંક લોગિન
  • Google/Apple ID નંબર આધારિત રિકવરી
  • UPI બેન્કિંગ એપ્સ
  • KYC અને OTP આધારિત કોલિંગ એપ્સ

મોટા ભાગની નંબર-આધારિત સર્વિસ SIM Binding સિસ્ટમથી પ્રભાવિત થશે.

શું છે SIM Binding નિયમ?

“સિમ બાઇન્ડિંગ” એટલે સિમ એક નિશ્ચિત ડિવાઇસ સાથે સ્થાયી રીતે જોડાઈ જાય. જો સિમ બીજા ફોનમાં નાખવામાં આવે તો:

  • મોબાઈલ વોલેટ
  • બેન્કિંગ એપ
  • OTP આધારિત લોગિન
  • મેસેજિંગ એપ

જેવી ઘણી સંવેદનશીલ સર્વિસ આપમેળે બંધ થઈ જશે.

કેન્દ્ર સરકારે શરૂ કરેલો આ નવો સિસ્ટમ દેશની સાયબર સુરક્ષા માટે મોટું અને જરૂરી પગલું માનવામાં આવે છે. આથી:

  • છેતરપિંડી ઘટશે
  • ખોટા એકાઉન્ટ બંધ થશે
  • સાયબર ક્રાઇમ પર નિયંત્રણ મળશે
  • દરેક યુઝરનું ડિજિટલ આઈડેન્ટિટી વધુ સુરક્ષિત બનશે

આગામી મહિનાઓમાં ભારતના ડિજિટલ ઈકોસિસ્ટમમાં આ બદલાવનો મોટો અસરકારક પ્રભાવ જોવા મળશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ