દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની સંભાવના

દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની સંભાવના

નવી દિલ્હી,
 
આઠમું પગાર પંચ લાગુ કરવા માટે પણ બેઠકોનો દૌર શરૂ, જો લાગુ થશે તો કર્મચારીઓને બખ્ખા

કેન્દ્રીય કર્મચારીઓ હાલમાં મુખ્યત્વે બે મોટી બાબતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમાં પ્રથમ છે આઠમું પગાર પંચ અને બીજું છે આ વર્ષે જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થામાં થનારો વધારો, જેને લઈને વિવિધ અહેવાલોમાં મોટા અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં સરકારે મોંઘવારી ભથ્થું વધારીને 60 ટકા કર્યું હતું, જ્યારે હવે વર્ષનો બીજો ડીએ વધારો દિવાળી પહેલા મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને તેને 64 ટકા સુધી પહોંચાડી શકે છે. જો આવું થાય છે, તો કર્મચારીઓના હાથમાં આવતી સેલેરીમાં જોરદાર ઉછાળો જોવા મળશે.

સરકાર વર્ષમાં બે વાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, જેમાંથી પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં કરવામાં આવે છે. વર્ષ 2026ના પહેલા ડીએમાં સરકારે કર્મચારીઓને મળતા 58 ટકા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરીને તેને 60 ટકા કર્યો હતો, જે 1 જાન્યુઆરીથી લાગુ થયો હતો. હવે જુલાઈ મહિના માટે તેને વધારીને 64 ટકા સુધી કરવામાં આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જે 1 જુલાઈથી અમલી બનશે.

સરકાર તરફથી વર્ષનો પહેલો ડીએ વધારો જાન્યુઆરી-જૂન માટે અને બીજો જુલાઈ-ડિસેમ્બર ટર્મ માટે હોય છે. તેને ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ગ્રાહક ભાવાંકના આધારે નક્કી કરવામાં આવે છે. જોકે, સરકાર તરફથી જુલાઈના ડીએ વધારાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલો મુજબ હાલના AICPI-IWના આધારે મોંઘવારી ભથ્થામાં અંદાજે 3કે 4 ટકાનો વધારો થઈ શકે છે. જો અપેક્ષા મુજબ તેને 60 ટકાથી વધારીને 64 ટકા કરવામાં આવે, તો કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં  જો લેવલ-1ના કર્મચારીનો બેઝિક પે 18,000 રૂપિયા હોય, તો અત્યાર સુધી મળતું 10,800 રૂપિયાનું ડીએ 64 ટકાના હિસાબે સીધું વધીને 11,520 રૂપિયા થઈ જશે. આ જ રીતે, 25,500 રૂપિયા બેઝિક પે વાળા કર્મચારીઓનું ડીએ 15,300 રૂપિયાની જગ્યાએ 16,320 રૂપિયા થઈ જશે. 35,400 રૂપિયા બેઝિક પે પર તે 21,240 રૂપિયાથી વધીને 22,656 રૂપિયા અને 44,000 રૂપિયા બેઝિક પે પર 26,940 રૂપિયાથી સીધું 28,736 રૂપિયા થઈ જશે.

ડીએ વધારાની સાથેસાથે જો આઠમા પગાર પંચ અંગે પરામર્શ બેઠકોનો સિલસિલો સતત ચાલુ છે. આયોગ સમક્ષ આવી રહેલી માંગણીઓમાં ફિટમેન્ટ ફેક્ટરને 2.57થી વધારીને 3.83 કરવાની માંગ સામેલ છે. જો સરકાર કર્મચારી યુનિયનોની આ માંગ સ્વીકારી લે છે, તો કર્મચારીઓના પગારમાં ભારે વધારો જોવા મળી શકે છે.

You may also like

આર.એમ.ઓ.નું ઉદાસીન વલણ, રાજકોટ સિવિલના નવ નિયુક્ત તબીબોનું દર્દીઓ સાથે ગેરવર્તન

આર.એમ.ઓ.નું ઉદાસીન વલણ, રાજકોટ સિવિલના નવ નિયુક્ત તબીબોનું દર્દીઓ સાથે ગેરવર્તન

રાજકોટમાં 42 હજારથી વધુ ગ્રાહકો સ્માર્ટ મીટર સાથે કનેક્ટ

રાજકોટમાં 42 હજારથી વધુ ગ્રાહકો સ્માર્ટ મીટર સાથે કનેક્ટ

રાજકોટમાં 'અગ્નિપથ' થીમ પર ત્રિકોણબાગ કા રાજાના દિવ્ય દર્શન

રાજકોટમાં 'અગ્નિપથ' થીમ પર ત્રિકોણબાગ કા રાજાના દિવ્ય દર્શન

રાજકોટમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનનો આંક ૩૬ પર પહોંચ્યો

રાજકોટમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનનો આંક ૩૬ પર પહોંચ્યો