શાળા સલામતી સપ્તાહ-2026માં મહીકા શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત સમયે પ્રાથમિક સારવાર અને ઇમર્જન્સી સહાયનું પ્રદર્શન વિશે તાલીમ અપાઈ

શાળા સલામતી સપ્તાહ-2026માં મહીકા શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત સમયે પ્રાથમિક સારવાર અને ઇમર્જન્સી સહાયનું પ્રદર્શન વિશે તાલીમ અપાઈ

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત અકસ્માત, દુર્ઘટના કે કુદરતી આફત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી રાજકોટ તાલુકાના મહીકા ગામે આવેલ શ્રી મહીકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવારના પાઠ ભણાવાયા હતા.

સમગ્ર રાજ્યમાં હાલ ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત મહીકા પ્રાથમિક શાળાના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર તેમજ સી.પી.આર. (CPR) અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી, જેથી કોઈપણ ઇમર્જન્સી પરિસ્થિતિમાં તેઓ સમજદારીપૂર્વક મદદરૂપ બની શકે.
 
આ તાલીમ દરમિયાન રેડક્રોસ સોસાયટીના ઇન્સ્ટ્રક્ટર શ્રી રહીમ દલે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને કેવી રીતે તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય તે અંગે પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું હતું. તેમણે અકસ્માત સમયે શરીરના કોઈ ભાગમાં ઘા લાગવાથી લોહી નીકળે ત્યારે રૂમાલ અથવા કપડાની મદદથી લોહી કેવી રીતે રોકવું, તેમજ શરીરના કોઈ અંગમાં ફ્રેક્ચર થાય તો હોસ્પિટલ પહોંચાડતા પહેલા હાથવગા સાધનો દ્વારા બેન્ડેજ કેવી રીતે કરવું તે અંગે જીવંત નિદર્શન આપ્યું હતું.

ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં ઘાયલ વ્યક્તિને કેવી રીતે સુરક્ષિત રીતે ઉંચકવી, સ્ટ્રેચર બનાવવાની પદ્ધતિ, તેમજ ઇમર્જન્સી સમયે શાંતિ રાખીને યોગ્ય પગલાં લેવા અંગે વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

શ્રી દલે જણાવ્યું હતું કે શાળામાં ફર્સ્ટ એઈડ બોક્સ હોવું અત્યંત જરૂરી છે. ઇમર્જન્સી સારવાર મળતા પહેલા નજીકની વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક સારવાર ઘણીવાર જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ માટે પ્રાથમિક સારવાર અંગેની માહિતી દરેક વ્યક્તિને હોવી જરૂરી છે. આ આશયથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી સપ્તાહ ઉપરાંત આરોગ્ય કેન્દ્રોમાં માર્ગદર્શક સેમિનારોનું આયોજન કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોને પણ પ્રાથમિક સારવારનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામે કોઈપણ ઇમર્જન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર દ્વારા ઈજાગ્રસ્ત દર્દીને અસરકારક રીતે મદદરૂપ બની શકાય તેવું જાગૃતિભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

You may also like

LPG સિલિન્ડર અંગે નવા કડક નિયમો – હવે ઘરમાં મર્યાદા પાર કરશો તો થઈ શકે જેલ

LPG સિલિન્ડર અંગે નવા કડક નિયમો – હવે ઘરમાં મર્યાદા પાર કરશો તો થઈ શકે જેલ

હવે ડિપ્લોમેસી નહીં, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીશું: 400 મોત બાદ અફઘાનિસ્તાનની પ્રતિજ્ઞા

હવે ડિપ્લોમેસી નહીં, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીશું: 400 મોત બાદ અફઘાનિસ્તાનની પ્રતિજ્ઞા

166 કરોડનો ડુમસ સી ફેસ છતાં સાંજે 7 વાગ્યે તાળા – સુરતીઓમાં ઉઠ્યો રોષ

166 કરોડનો ડુમસ સી ફેસ છતાં સાંજે 7 વાગ્યે તાળા – સુરતીઓમાં ઉઠ્યો રોષ

ગુજરાતમાં UCC તરફ મોટું પગલું: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 24 માર્ચે બિલ રજૂ થવાની શક્યતા

ગુજરાતમાં UCC તરફ મોટું પગલું: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 24 માર્ચે બિલ રજૂ થવાની શક્યતા