ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ: વિકાસના નવા યુગ તરફ ગુજરાત Nov 28, 2025 ધરમપુરની પવિત્ર અને આધ્યાત્મિક ધરતી પર રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ થયો છે. આ શિબિર માત્ર સરકારી મંત્રીઓ અને અધિકારીઓની બેઠક નથી, પરંતુ ગુજરાતના ભવિષ્ય માટેની દિશા નક્કી કરવાનો મહત્ત્વનો મંચ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં પ્રથમ ચિંતન શિબિર શરૂ કરી હતી, અને ત્યારથી આ પરંપરા રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની છે.વિકાસની ગતિ: ‘નિકાલ’ નહીં ‘ઉકેલ’ તરફનો દ્રષ્ટિકોણમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિબિરના ઉદ્ઘાટન સમયે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારનું કામ માત્ર ફાઈલોના નિકાલ સુધી મર્યાદિત નથી. લોકોની સમસ્યાઓનો સ્થાયી ઉકેલ લાવવો એ જ સાચી સેવા છે. તેમણે વધુમાં કહ્યું કે જે જવાબદારી ઈશ્વરે આપણી પર મૂકી છે તેને નિષ્ઠા, પારદર્શકતા અને સકારાત્મક વિચારસરણી સાથે નિભાવવી જરૂરી છે.ચિંતન શિબિરના પ્રારંભમાં પ્રસ્તુત થતા પ્રેરણા ગીત ‘મનુષ્ય તું બડા મહાન હૈ’ ના મર્મને સમજાવતા તેમણે જણાવ્યું કે દરેક માણસમાં અનંત ક્ષમતા સમાયેલ છે; આ શક્તિનો ઉપયોગ પ્રજાકીય વિકાસ માટે કરવો એ જ સાચી સેવા છે.PM મોદીની 2003ની વિચારધારા: ‘એકસાથે શરૂ કરવું એટલે શરૂઆત, સાથે ચાલવું એ પ્રગતિ અને સાથે કામ કરવું એ સફળતા’ભૂપેન્દ્ર પટેલે 2003ની પ્રથમ ચિંતન શિબિરનું સ્મરણ કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામૂહિક ચિંતન અને સહકાર દ્વારા વિકાસને તેજ ગતિ આપવાનો માર્ગ બતાવ્યો હતો. આજે ગુજરાતની ટીમ એક જ દિશામાં, એક જ લક્ષ્ય માટે અને એક જ ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે.2035ઃ ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ – 2047ના વિકસિત ભારત માટેનું માઈલસ્ટોનમુખ્યમંત્રીએ જણાવ્યું કે 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ અવસર વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા માટેનું મહત્વનું પગથિયું છે. વિકાસનો રોડમેપ તૈયાર છે, પરંતુ તેને વધુ આધુનિક, નવીન અને પ્રજાલક્ષી બનાવવા માટે ત્રણ દિવસની આ ચિંતન શિબિર અત્યંત ઉપયોગી બનશે.ચિંતન શિબિરનો એજન્ડા: 5 મુખ્ય ક્ષેત્રો પર ફોકસસામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ હારિત શુક્લાએ ચિંતન શિબિરની રૂપરેખા રજૂ કરી હતી. આ શિબિરમાં નીચેના પાંચ ફોકસ ક્ષેત્રોમાં વિસ્તૃત ચર્ચા થશે:ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકનપોષણ અને આરોગ્ય સુધારણાગ્રીન એનર્જી અને પર્યાવરણ રક્ષણજાહેર સલામતી અને સિક્યોરિટીસેવા ક્ષેત્રમાં નવીનતા અને વૃદ્ધિશિબિરમાં કુલ 241 પ્રતિનિધિ—મંત્રીઓ, સચિવો અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.ધરમપુર જીન મંદિરે દર્શન અને પ્રાર્થનાચિંતન શિબિર દરમ્યાન મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર મિશનના જિન મંદિર ખાતે પૂજા-આરાધના માટે ઉપસ્થિત રહ્યા. તેમણે રાજ્યના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને સેવા ભાવનાના માર્ગે આગળ વધવા માટે પ્રાર્થના કરી.ટીમ ગુજરાતની ક્રિકેટ મેચ: ટીમ બિલ્ડિંગનું અનોખું ઉદાહરણચિંતન શિબિર દરમિયાન મુખ્યમંત્રી, પ્રધાનો અને અધિકારીઓએ સાથે મળીને ક્રિકેટ રમ્યો. આ માત્ર રમત નહોતી; એક ટીમ સ્પિરિટ, લીડરશીપ અને સતર્કતાનું શક્તિશાળી પ્રતિનિધિત્વ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે બેટિંગ અને બોલિંગ કરી સૌને પ્રોત્સાહિત કર્યા.કોમનવેલ્થ ગેમ્સ 2030 – ગુજરાતને ઐતિહાસિક યજમાનીશિબિર દરમ્યાન ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળ્યાનો આનંદ દ્વિગુણ થયો. પેવેલિયનમાં ઢોલ-નગારા, આતશબાજી, વિદ્યાર્થીઓના આદિવાસી નૃત્યો સાથે ઐતિહાસિક ક્ષણની ઉજવણી થઈ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને 20 વર્ષની તૈયારીનું પરિણામ છે. "વિશ્વનો કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી શકે," એ મોદીની વિચારધારા આજે સાચી બની છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતે માત્ર કોમનવેલ્થ ગેમ્સ નહીં, પરંતુ ઓલિમ્પિક્સ માટે પણ મજબૂત દાવેદારી ઉભી કરી છે. Previous Post Next Post