15 થી 21 ફેબ્રુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

15 થી 21 ફેબ્રુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મેષ (Aries)

નોકરીમાં પ્રગતિ અને વરિષ્ઠોનો સહયોગ મળશે. વેતન વધારો કે ઇન્સેન્ટિવની શક્યતા છે. સહકર્મીઓ સાથેના મતભેદ દૂર થશે. ખર્ચ વધશે છતાં ઉત્સાહ યથાવત્ રહેશે. પ્રેમ અને પરિવાર જીવન સુખમય રહેશે. અંતિમ દિવસોમાં સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જરૂરી બનશે.
 

વૃષભ (Taurus)

અઠવાડિયાની શરૂઆતમાં અવરોધ આવશે પરંતુ મહેનતથી સફળતા મળશે. મિલકત અને વાહન બાબતે ચિંતા રહી શકે. અચાનક નાણાકીય લાભ સંભવ. દાંપત્યજીવનમાં સહયોગ મળશે. કોર્ટ કેસમાં રાહત મળી શકે. અંતિમ દિવસોમાં માનસિક અસ્થિરતા અનુભવાઈ શકે.
 

મિથુન (Gemini)

નવી આવક યોજનાઓથી લાભ મળશે. નેટવર્કિંગથી પ્રતિષ્ઠામાં વધારો થશે. લગ્ન અને પ્રેમ સંબંધમાં પ્રગતિના સંકેત. અચાનક આર્થિક લાભ શક્ય. આંખ સંબંધિત તકલીફથી સાવચેતી રાખવી. અંતિમ દિવસોમાં કામમાં મોડું થવાથી થોડી ચિંતા રહી શકે.
 

કર્ક (Cancer)

કાનૂની વિવાદોમાં રાહત મળશે. નોકરીમાં પ્રગતિ અને અધિકારીઓની પ્રસંસા મળશે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. આર્થિક બાબતોમાં સુધારો. શેયર બજારમાં જોખમ ટાળો. અઠવાડિયાના અંતે સ્વાસ્થ્ય અને માનસિક ચિંતા વધવાની શક્યતા.
 

સિંહ (Leo)

આવક સારી રહેશે પરંતુ ખર્ચ વધશે. કાનૂની કે ટેક્સ મુદ્દે સાવચેતી રાખવી. મધ્યભાગમાં આર્થિક યોજનાઓ સફળ. અંતિમ દિવસોમાં કાર્ય અવરોધ અને દાંપત્ય અસંતોષ. ભાગીદારી અને લગ્ન વિષયમાં વિચારપૂર્વક નિર્ણય લેવો જરૂરી.
 

કન્યા (Virgo)

પ્રોપર્ટી સંબંધિત અટકેલા કામ પૂર્ણ થશે. લગ્ન ઇચ્છુકોને શુભ સમાચાર. સ્વાસ્થ્યમાં સુધારો. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. માતાની તબીયત સુધરશે. ધીરજ અને નિયમિતતા રાખવાથી કારકિર્દીમાં પ્રગતિ મળશે.
 

તુલા (Libra)

માનસિક તણાવ ઓછો થશે. જમીન-મકાન કાર્યમાં પ્રગતિ. યાત્રાની શક્યતા. ભાઈ-બહેનથી સહયોગ મળશે. અંતે કાર્યમાં અવરોધ અને અચાનક ફેરફાર. શેયર બજારથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બાબતે મોડું થઈ શકે.
 

વૃશ્ચિક (Scorpio)

નોકરીમાં પ્રમોશન અને ધંધામાં લાભ. પરિવાર સાથેના મતભેદ દૂર થશે. સંતાન અંગે ચિંતા ઘટશે. પ્રેમ જીવનમાં નવી શરૂઆત શક્ય. મિલકત ખરીદીમાં થોડી રાહ જોવી. અંતિમ દિવસોમાં બેચેની અને કાર્યમાં અવરોધ.
 

ધન (Sagittarius)

શરૂઆત શુભ અને આધ્યાત્મિક રહેશે. આવકમાં વધારો અને નવી ખરીદી શક્ય. પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમ. મધ્યભાગ અનુકૂળ. અંતિમ દિવસોમાં કાર્ય અવરોધ અને ભાઈ-બહેન સાથે મતભેદ ટાળવા સલાહ.
 

મકર (Capricorn)

આ અઠવાડિયામાં જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ ધીમે ધીમે ઓછી થશે અને માનસિક શાંતિ અનુભવશો. પરિવાર સાથે અનાવશ્યક વિવાદ ટાળવો જરૂરી છે. સંતાનના શિક્ષણ પાછળ ખર્ચ વધશે. મિલકત સંબંધિત મુદ્દે ચિંતા રહેશે. માતાની તબીયતનું ખાસ ધ્યાન રાખવું. ધાર્મિક યાત્રાની સંભાવના છે.
 

કુંભ (Aquarius)

આ અઠવાડિયાની શરૂઆત શુભ સંકેતો સાથે થશે. ભણતર અને પ્રવેશ સંબંધિત દોડધામ વધશે અને ખર્ચમાં વધારો થઈ શકે. મિલકત લેવડદેવડમાં ખાસ સાવચેતી રાખવી. પ્રેમ સંબંધમાં જૂની કડવાશ ભૂલી નવી શરૂઆત કરવી શ્રેયસ્કર. માનસિક શાંતિ માટે સકારાત્મક વિચારો અપનાવો.
 

મીન (Pisces)

આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે ખૂબ અનુકૂળ રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાના મજબૂત સંકેત છે. વિદેશ પ્રવેશ અથવા વીઝા સંબંધિત અટકેલા કામમાં રાહત મળશે. આર્થિક પરેશાનીઓ ઘટશે. નોકરીમાં સ્પર્ધા હોવા છતાં બોસનો પૂરતો સહયોગ મળશે અને આત્મવિશ્વાસથી કાર્ય પૂર્ણ કરશો.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ