22 થી 28 ફેબ્રુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

22 થી 28 ફેબ્રુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મેષ 

આ સપ્તાહે મેષ રાશિના જાતકો માટે વેપાર મજબૂત બનશે અને આરોગ્ય ઉત્તમ રહેશે. પ્રેમ-સંતાન મામલે થોડું મધ્યમ પરિણામ મળશે. શરૂઆત તેજસ્વી રહેશે, મધ્યમાં ધનલાભ વધશે અને અંતે કારકિર્દીમાં પ્રગતિ થશે. પરાક્રમ વધશે. પીળી વસ્તુ રાખવી શુભ સાબિત થશે.
 

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આરોગ્ય અને પરિવાર સુખદ રહેશે. શરૂઆતમાં ખર્ચ વધતા મન ચિંતિત રહેશે, પરંતુ મધ્યથી માન-સન્માન વધશે. યાત્રાના યોગ બની શકે. અંતમાં ધન અને કૂટુંબ સુખ મળશે. કુલ મળીને સકારાત્મક સપ્તાહ રહેશે. પીળી વસ્તુનું દાન શુભ રહેશે.
 

મિથુન 

મિથુન રાશિ માટે અટકેલું ધન પરત મળશે અને નવા આવક સ્ત્રોત ઉભા થશે. આરોગ્ય સુધરશે, પરંતુ નાની ઇજાથી સાવચેતી રાખવી. મધ્યમાં ચિંતા રહી શકે. અંતે માન-સન્માન અને શુભ સમાચાર મળશે. પ્રભાવ વધશે. પીળી વસ્તુનું દાન કરવું શુભ રહેશે.
 

કર્ક 

કર્ક રાશિના જાતકો માટે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન અનુકૂળ રહેશે. સરકારી બાબતોમાં સાવચેતી રાખવી. શરૂઆતમાં વેપાર મજબૂત બનશે, મધ્યમાં આવક વધશે અને શુભ સમાચાર મળશે. અંતમાં માનસિક ચિંતા રહી શકે. આરોગ્યનું ધ્યાન રાખવું. લીલી વસ્તુનું દાન શુભ રહેશે.
 

સિંહ

સિંહ રાશિ માટે ભાગ્યનો સાથ મળશે. વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે. કોર્ટ-કચેરીમાં જીત મળી શકે. મધ્યમાં સ્થિરતા આવશે અને અંતે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આરોગ્ય સારું રહેશે, નાની તકલીફ શક્ય. પીળી વસ્તુ રાખવી શુભ રહેશે.
 

કન્યા 

કન્યા રાશિ માટે શરૂઆતમાં અવરોધ અને ઇજાની શક્યતા છે. સાવચેતી રાખવી. મધ્યમાં ભાગ્ય સાથ આપશે અને યાત્રાના યોગ બનશે. અંતે વેપાર મજબૂત બનશે અને અધિકારીઓનો આશીર્વાદ મળશે. આરોગ્યમાં નર્વ અને ત્વચાની કાળજી રાખવી. લાલ વસ્તુનું દાન શુભ રહેશે.
 

તુલા 

તુલા રાશિ માટે મિલ્કત ખરીદીના યોગ છે. જીવનસાથીનો સહકાર મળશે. મધ્યમાં થોડો પડકારજનક સમય રહેશે, ઇજા અથવા તણાવ શક્ય. અંતે ફરી સ્થિતિ સુધરશે અને ભાગ્ય સાથ આપશે. આરોગ્યમાં ખાસ ધ્યાન રાખવું. કુલ મળીને સારો સપ્તાહ રહેશે.
 

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ માટે આરોગ્ય અને પ્રેમ જીવન અનુકૂળ રહેશે. શત્રુઓ પર વિજય મળશે. મધ્યમાં જીવનસાથીનો સહકાર અને નોકરીમાં સ્થિરતા મળશે. અંતે સાવચેતી રાખવી, ઇજા અથવા તણાવ શક્ય. ઘરેલુ બાબતો શાંતિથી ઉકેલવી. લીલી વસ્તુનું દાન શુભ રહેશે.
 

ધન 

ધન રાશિ માટે યશ અને પ્રતિષ્ઠા વધશે. આરોગ્ય સારું રહેશે, પરંતુ નાક-કાન-ગળાની તકલીફ થઈ શકે. શરૂઆતમાં ભાવુક નિર્ણયથી બચવું. મધ્યમાં નાની પરેશાની પછી સ્થિતિ સુધરશે. અંતે આનંદદાયક સમય અને પ્રેમમાં સફળતા મળશે. લાલ વસ્તુ શુભ રહેશે.
 

મકર

મકર રાશિ માટે આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા વધશે. શરૂઆતમાં મિલ્કત સંબંધિત લાભ મળશે. મધ્ય વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રહેશે. અંતે સ્વાસ્થ્યમાં થોડો ખલેલ આવી શકે, છતાં સફળતા મળશે. વાણીમાં સંયમ રાખવો. માતા કાળીનું સ્મરણ શુભ પરિણામ આપશે.
 

કુંભ

કુંભ રાશિ માટે સપ્તાહ મળતાવળતો રહેશે. શરૂઆતમાં પરાક્રમથી સફળતા મળશે. મધ્યમાં ભૌતિક સુખ વધશે, પરંતુ ઘરેલુ મતભેદ શક્ય. અંત વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે. ભાવુક બનીને નિર્ણય ન લેવો. પ્રેમ-સંતાન મામલે મધ્યમ ફળ મળશે. લીલી વસ્તુ શુભ રહેશે.
 

મીન 

મીન રાશિ માટે સમય સામાન્ય રહેશે. સરકારી બાબતોમાં સાવચેતી રાખવી. શરૂઆતમાં ધનલાભ અને કૂટુંબ સુખ મળશે. મધ્યમાં વેપાર મજબૂત બનશે. અંતે ભૌતિક સુખ-સંપત્તિમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં માથાનો દુખાવો અથવા આંખની તકલીફ શક્ય. કાળી વસ્તુનું દાન શુભ રહેશે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ