01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

1. મેષ રાશિ

આ અઠવાડિયામાં આરોગ્ય થોડું ઉતાર-ચઢાવભર્યું રહી શકે છે. પ્રેમ અને સંતાન પક્ષે થોડી ચિંતા રહેશે, પરંતુ વેપારમાં લાભ અને નવી આવકના માર્ગ ખુલશે. શરૂઆતમાં જમીન-મકાન અથવા વાહન ખરીદીના યોગ છે. મધ્યમાં વિવાદથી બચો. અંતે તણાવ રહેશે, છતાં સફળતા તમારી રહેશે. લાલ વસ્તુ શુભ રહેશે.
 

2. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે અઠવાડિયું મિશ્ર રહેશે. આરોગ્ય, પ્રેમ અને વેપારમાં હલકો ઉતાર-ચઢાવ રહેશે. શરૂઆતમાં પરાક્રમથી પ્રગતિ થશે. મધ્યમાં ઘરેલુ કલહ શક્ય છે. વિદ્યાર્થીઓ માટે અંત સારો રહેશે. ભાવુકતા ઉપર કાબૂ રાખવો જરૂરી. લીલી વસ્તુ શુભ માનવામાં આવે છે.
 

3. મિથુન રાશિ

મિથુન રાશિ માટે સમય સામાન્ય રીતે સારો છે. માન-સન્માન જાળવવું જરૂરી રહેશે. આરોગ્ય અને પ્રેમમાં થોડી અશાંતિ શક્ય છે, પણ વેપાર અનુકૂળ રહેશે. શરૂઆતમાં આર્થિક લાભ મળશે. મધ્યમાં ગળા-નાકની તકલીફ થઈ શકે. અંતે મિલ્કત સંબંધિત કાર્યમાં સફળતા મળશે.
 

4. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું સાવચેતીપૂર્વક પસાર કરવું પડશે. આરોગ્ય અને પરિવાર અંગે ચિંતા રહેશે. પિતાજી સાથે મતભેદ શક્ય છે. મધ્યમાં ધનહાનિનું જોખમ છે. અંતે વેપારમાં સફળતા મળશે. નકારાત્મકતા દૂર રાખવી જરૂરી રહેશે.
 

5. સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં થોડી અશાંતિ રહેશે. નોકરીમાં દબાણ વધી શકે. શરૂઆતમાં માથાનો દુખાવો શક્ય છે. અંતે આર્થિક સ્થિતિ સુધરશે અને પરિવારમાં સુખ વધશે. પીળી વસ્તુ શુભ માનવામાં આવે છે.
 

6. કન્યા રાશિ

કન્યા રાશિ માટે આવકના નવા સ્ત્રોત ઉભા થશે. શત્રુઓ પર જીત મળશે. મધ્યમાં ખર્ચ વધવાથી મન ઉચાટમાં રહેશે. આંખ સંબંધિત તકલીફ થઈ શકે. અંતે પ્રતિષ્ઠામાં વધારો થશે. ધીરજ રાખવી અને સકારાત્મકતા જાળવવી લાભદાયી રહેશે.
 

7. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે માનસિક ઉતાર-ચઢાવ રહેશે. વિદ્યાર્થીઓ માટે ગૂંચવણભર્યો સમય રહેશે. વેપારમાં લાભ થશે. શરૂઆતમાં કાનૂની મામલામાં જીત મળી શકે. અંતે ખર્ચ વધશે અને મન ચિંતિત રહેશે. શાંતિ અને સંયમ જરૂરી રહેશે.
 

8. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે ઘરેલુ મામલાઓમાં તણાવ રહેશે. પ્રેમ અને સંતાન પક્ષ સારો રહેશે. વેપારમાં ઉતાર-ચઢાવ છતાં લાભ મળશે. અંતે આવકના નવા માર્ગ ખુલશે. યાત્રા સફળ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
 

9. ધન રાશિ

ધનુ રાશિ માટે પરાક્રમથી લાભ મળશે. આરોગ્યમાં ગળા-નાકની તકલીફ થઈ શકે. શરૂઆતમાં ઈજા થવાનું જોખમ છે. મધ્યમાં માન-સન્માન જાળવો. અંતે વેપાર મજબૂત થશે અને અધિકારીઓનો સહયોગ મળશે.
 

10. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રેમ અને સંતાન મામલામાં વિવાદ શક્ય છે. શરૂઆતમાં જીવનસાથીનો સહયોગ મળશે. મધ્યમાં સાવચેતી રાખવી જરૂરી. અંતે ભાગ્યનો સાથ મળશે અને યાત્રા સફળ રહેશે.
 

11. કુંભ રાશિ

કુંભ રાશિ માટે અઠવાડિયું ચિંતાભર્યું રહી શકે. બીપી અને શુગરનું ધ્યાન રાખવું. શરૂઆતમાં શત્રુઓ પર જીત મળશે. મધ્યમાં દાંપત્ય જીવનમાં મતભેદ રહેશે. અંતે સાવચેતીપૂર્વક વાહન ચલાવવું. શાંતિ અને આરોગ્ય પર ધ્યાન આપવું જરૂરી.
 

12. મીન રાશિ

મીન રાશિના જાતકો માટે સરકારી કામમાં સાવચેતી રાખવી. શરૂઆતમાં માનસિક તણાવ રહેશે. મધ્યમાં ઈજા થવાનું જોખમ છે. અંતે દાંપત્ય જીવનમાં સુધારો અને રોજગાર ક્ષેત્રે પ્રગતિ થશે. ધીરજ અને સમજદારી રાખવાથી લાભ મળશે

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન