હોટલથી લઈને હોસ્પિટલ સુધી હવે આધારકાર્ડની ફોટોકોપીની જરૂર નહી પડે

હોટલથી લઈને હોસ્પિટલ સુધી હવે આધારકાર્ડની ફોટોકોપીની જરૂર નહી પડે

નવી દિલ્હી,

આધાર વેરિફિકેશનમાં યુઆઈડીએઆઈનો નવો ડિજિટલ નિયમ લાગુ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા નાગરિકોની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને હવેથી દેશભરમાં હોટલ, હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી સંસ્થાઓ કે ઇવેન્ટ આયોજકો દ્વારા ગ્રાહકો કે દર્દીઓ પાસે આધાર કાર્ડની ભૌતિક (ફિઝિકલ) અથવા ડિજિટલ ફોટોકોપી જમા લેવામાં આવશે નહીં. અગાઉ વારંવાર આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાને કારણે વ્યક્તિગત માહિતીના દુરુપયોગનું જોખમ રહેતું હતું, જેને રોકવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

નવા નિયમ અનુસાર, ઓળખની ચકાસણી માટે હવે આધાર કાર્ડ પર ઉપલબ્ધ ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા ડિજિટલ માધ્યમથી સુરક્ષિત પ્રક્રિયા અપનાવવામાં આવશે. કોઈપણ હોટલ કે સંસ્થા આ માહિતીને પોતાના ડેટાબેઝમાં સ્ટોર પણ કરી શકશે નહીં. આ નવી ડિજિટલ વ્યવસ્થાથી છેતરપિંડી તથા ડેટા લીક થવાની શક્યતાઓમાં મોટો ઘટાડો થશે.