કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર: 9 નવેમ્બરથી 137 દવાઓ સસ્તી થશે

કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર: 9 નવેમ્બરથી 137 દવાઓ સસ્તી થશે

નવી દિલ્હી,

ટ્રેડ માર્જિન પર અંકુશ મૂકવાના કેન્દ્ર સરકારના નવા નિયમથી સારવાર બનશે વધુ સરળ અને સુલભ


કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા એક નવા નિર્ણય અનુસાર આગામી 9 નવેમ્બરથી દેશભરમાં કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી કુલ 137 જેટલી મહત્વપૂર્ણ અને અત્યાવશ્યક દવાઓ પર નવો નિયમ લાગુ કરવામાં આવશે.

અત્યાર સુધી કેન્સરની દવાઓ પર ઊંચા માર્જિનને કારણે દર્દીઓને ભારે આર્થિક બોજ સહન કરવો પડતો હતો, પરંતુ સરકાર દ્વારા દવાઓના ટ્રેડ માર્જિન પર કડક અંકુશ લાદવામાં આવતા હવે આ તમામ જીવનરક્ષક દવાઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાશે. આ નવો નિયમ અમલમાં આવવાથી કેન્સર જેવી ખર્ચાળ બીમારીની સારવાર નોંધપાત્ર રીતે સસ્તી બનશે અને લાખો જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક રાહત મળી રહેશે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો