બિહાર-આસામમાં વિદ્યાર્થીઓ સામેની FIR રદ્દ  કરવાનો સરકારનો મોટો નિર્ણય

બિહાર-આસામમાં વિદ્યાર્થીઓ સામેની FIR રદ્દ કરવાનો સરકારનો મોટો નિર્ણય

વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને ક્યારેય એકલા નહીં છોડીએ: CJP

'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવ્યા બાદ આખરે બિહાર અને આસામની સરકારે વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.

દિલ્હી ખાતે મોડી રાત્રે કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ મેરેથોન બેઠકમાં વિગતવાર ચર્ચા અંતર્ગત બિહાર અને આસમ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ પરના કેસો પાછા ખેંચવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ આજે મંગળવાર સુધીમાં આવા જ પ્રકારના સત્તાવાર આદેશો આપવામાં આવશે તેવી પાક્કી ખાતરી સરકારી પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવી છે.
 
દિલ્હીમાં મોડી રાત્રે બેઠક બાદ પ્રશાસન નમ્યું

ઉલ્લેખનીય છે કે, અગાઉ આંદોલન સમેટાયા બાદ પણ દેશના કેટલાક હિસ્સાઓમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે બદલાની ભાવનાથી કાર્યવાહી તથા અટકાયતો કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા. CJP દ્વારા સરકારને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો વિદ્યાર્થીઓ પરના કેસો તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે અને દમનકારી નીતિ બંધ નહીં થાય, તો દેશભરમાં ફરીથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

આ મામલે કડક રૂખ અપનાવનાર કોકરોચ જનતા પાર્ટી તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને એકલા નહીં છોડે અને તેમના હકો માટે લડત જારી રાખશે. સરકારના આ તાજા નિર્ણયથી આંદોલન સાથે જોડાયેલા યુવાનોમાં રાહતની લાગણી ફેલાઈ છે, જ્યારે રાજકીય મોરચે પણ આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન