પાકિસ્તાનમાં બેસી કાશ્મીરમાં આતંક ફેલાવવાનું હાફિઝ સૈયદનું જબ્બર કાવતરું

પાકિસ્તાનમાં બેસી કાશ્મીરમાં આતંક ફેલાવવાનું હાફિઝ સૈયદનું જબ્બર કાવતરું

નવી દિલ્હી,

શ્રીનગરના આતંકી નેટવર્કની પૂછપરછમાં થયો પર્દાફાશ, હથિયારો અને ફંડિંગ માટે મળે છે સીધી સૂચનાઓ

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને લશ્કર-એ-તૈયબા (LeT)ના આકા હાફિઝ સૈયદને લઈને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા જમ્મુની વિશેષ અદાલતમાં એક અત્યંત સનસનાટીભર્યો ખુલાસો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે હાફિઝ સૈયદ પાકિસ્તાનની સુરક્ષિત ધરતી પર બેસીને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનું મોટું કાવતરું રચી રહ્યો છે.

શ્રીનગરના પંડાલ વિસ્તારમાંથી તાજેતરમાં ઝડપાયેલા આતંકી નેટવર્ક અને પાકિસ્તાની આતંકવાદીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આતંકીઓએ કબૂલ્યું છે કે સરહદ પાર બેઠેલો હાફિઝ સૈયદ કાશ્મીર ખીણમાં યુવાનોને ગેરમાર્ગે દોરીને હથિયારો પૂરા પાડવા, નાણાકીય ભંડોળ (ફંડિંગ) મોકલવા અને વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપતો હતો. આ નેટવર્ક પાછળનો મુખ્ય સૂત્રધાર હાફિઝ સૈયદ જ હોવાનું તપાસમાં ફલિત થયું છે.

NIAનો જમ્મુ કોર્ટમાં મોટો ખુલાસો

કાયદાની પકડથી સતત ભાગી રહેલા અને ભારતીય કાયદાકીય પ્રક્રિયા સામે હાજર ન થવાના કારણે જમ્મુની વિશેષ NIA અદાલતે આતંકી આકા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. અદાલતે આરોપી હાફિઝ સૈયદને ભગોડો જાહેર કરી દીધો છે અને છેલ્લા બે મહિનાની અંદર તેની વિરુદ્ધ બીજું નોન-બેલેબલ વોરંટ ફટકાર્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ આ આતંકવાદીને કાયદાના કઠેડામાં લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દબાણ વધારી રહી છે.

You may also like

પાકિસ્તાનમાં બેસી કાશ્મીરમાં આતંક ફેલાવવાનું હાફિઝ સૈયદનું જબ્બર કાવતરું

પાકિસ્તાનમાં બેસી કાશ્મીરમાં આતંક ફેલાવવાનું હાફિઝ સૈયદનું જબ્બર કાવતરું

ઇન્દોરના નહેરુ સ્ટેડિયમમાં રાહુલના છાત્રો કી ગુંજ કાર્યક્રમને મંજૂરી ન મળી

ઇન્દોરના નહેરુ સ્ટેડિયમમાં રાહુલના છાત્રો કી ગુંજ કાર્યક્રમને મંજૂરી ન મળી

વંદે માતરમ્ ગાન મુદ્દે ઇમરાન ખેડાવાલાનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો

વંદે માતરમ્ ગાન મુદ્દે ઇમરાન ખેડાવાલાનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો

દેશમાં આગામી માર્ચથી 'બેરિયર-ફ્રી' ટોલ વ્યવસ્થા અમલી

દેશમાં આગામી માર્ચથી 'બેરિયર-ફ્રી' ટોલ વ્યવસ્થા અમલી