હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે મનાવ્યું નવું વર્ષ, તસવીરો શેર કરીને વ્યક્ત કર્યો પ્રેમ Jan 02, 2026 ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી ગયા છે. હાર્દિકે પોતાની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે નવું વર્ષ ઉજવ્યું હોવાની ખુશનુમા ક્ષણો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બંનેની સાથેની તસવીરો સામે આવતા જ ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાલ રંગના ટ્રેડિશનલ લુકમાં દેખાઈ જોડીહાર્દિક પંડ્યાએ નવા વર્ષની ઉજવણીની તસવીરો શેર કરતાં ‘નજર ન લાગે’ એવો ઈમોજી પણ ઉમેર્યો છે. તસવીરોમાં હાર્દિક લાલ રંગના કુર્તા-પાયજામામાં નજર આવે છે, જ્યારે મહિકા લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બંનેના ચહેરા પર ખુશી અને પ્રેમ સ્પષ્ટ દેખાય છે. સોશિયલ મીડિયા પર ફેન્સની ભરમાર પ્રતિક્રિયાઓતસવીરો વાયરલ થતાં જ ફેન્સ તરફથી લાઈક અને કોમેન્ટ્સની ભરમાર થઈ ગઈ. અનેક યુઝર્સે તેમને “બેસ્ટ કપલ” અને “કપલ ગોલ્સ” કહી વખાણ્યા છે. ઘણા ફેન્સે તેમની જોડી માટે શુભેચ્છાઓ પાઠવી અને ભગવાન તેમને હંમેશા ખુશ રાખે તેવી કામના કરી છે. હાર્દિકે જાહેર રીતે સ્વીકાર્યો સંબંધહાર્દિક પંડ્યાએ વર્ષ 2025માં મહિકા શર્મા સાથેના પોતાના સંબંધને ખુલ્લેઆમ સ્વીકાર્યો હતો. ઝ20 મેચ દરમિયાન પણ તેમણે મહિકા માટે પ્રેમ વ્યક્ત કરતાં લખ્યું હતું કે,“મારી સફળતાનું શ્રેય મારા પ્રિય લોકોને જાય છે, ખાસ કરીને મારા પાર્ટનરને. તે મારા માટે બધું છે. જ્યારે તે મારી જિંદગીમાં આવી છે ત્યારથી અનેક સારી બાબતો બની છે.” ‘જીવનને શુગરકોટ નથી કરતો’ – હાર્દિકએક ઇન્ટરવ્યૂમાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે તેઓ વાસ્તવિક જીવનમાં સાચા રહેવા પસંદ કરે છે. તેમણે કહ્યું હતું કે,“હું જીવનને શુગરકોટ નથી કરતો. હું જે અનુભવું છું તે ખુલ્લેઆમ વ્યક્ત કરું છું. લોકો શું કહે છે એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે હું શું અનુભવું છું.” કોણ છે મહિકા શર્મા?મહિકા શર્મા એક જાણીતી મોડેલ છે. તેઓ અનેક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સ માટે મોડેલિંગ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ સક્રિય છે અને પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલની ઝલક ફેન્સ સાથે શેર કરતી રહે છે. Previous Post Next Post