બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ૨૫થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ Sep 10, 2026 અમદાવાદ,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૧૧ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન વરસાદી માહોલ જામવાની આશાભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના અપડેટ મુજબ, દેશભરમાં લાંબા વિરામ બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરી એકવાર જોરદાર રીતે સક્રિય બન્યું છે. ઉત્તર અને પશ્ચિમ બંગાળની ખાડી તથા આસપાસના ક્ષેત્રોમાં એક નવું લો-પ્રેશર આકાર લઈ રહ્યું છે, જેના સીધા પ્રભાવ હેઠળ દેશના ૨૫થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ૧૦ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગે પૂર્વીય, મધ્ય અને ઉત્તરીય ભારતના કેટલાક વિસ્તારો માટે વિશેષ એલર્ટ જાહેર કર્યું છે.દેશભરમાં ફરી ચોમાસું સક્રિયહવામાન નિષ્ણાતોના મતે, આ નવી સિસ્ટમની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં વિશેષ રૂપે જોવા મળશે. ઓડિશા અને છત્તીસગઢના કેટલાક સંવેદનશીલ ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું જોખમ રહેલું છે, જેને ધ્યાનમાં રાખીને તંત્રને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે..૧૦ સપ્ટેમ્બરે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ તથા ગાજવીજ સાથે પવન ફૂંકાવવાની શક્યતા.૧૧ સપ્ટેમ્બરે પૂર્વીય અને મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદનું જોર યથાવત રહેશે, સાથે જ ગુજરાતમાં પણ નવી સિસ્ટમની એન્ટ્રી થવાના સંકેત. ૧૨ સપ્ટેમ્બરે મધ્ય તથા પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર ચાલુ રહેશે, જે ખેતી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.ગુજરાતમાં પણ હવામાન પલટાના એંધાણરાષ્ટ્રીય સ્તરે સક્રિય થયેલી આ ચોમાસાની નવી સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, આગામી ૧૧ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવતા પવન સાથે ભારે વરસાદ ત્રાટકી શકે છે.સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનો નવો દૌર શરૂ થવાની સંભાવના છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં અચાનક સક્રિય થયેલા આ વરસાદથી લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હર્ષની લહેર છવાઈ ગઈ છે. આ મોડી મેઘમહેર ખરીફ પાકોને નવું જીવનદાન પૂરું પાડશે અને જળાશયોમાં જળસ્તર વધારવામાં મદદરૂપ બનશે. Next Post