એક દિવસમાં કોઈપણ બેન્ક કેટલી ચલણી નોટ બદલી આપે છે? RBIના નિયમો અહીં જાણો સંપૂર્ણ વિગત સહીત

એક દિવસમાં કોઈપણ બેન્ક કેટલી ચલણી નોટ બદલી આપે છે? RBIના નિયમો અહીં જાણો સંપૂર્ણ વિગત સહીત

ઘણીવાર લોકો પાસે ફાટેલી, ગંદી, રંગ લાગી ગયેલી અથવા અડધા ફાટેલી ચલણી નોટ આવી જાય છે. ક્યારેક ATMમાંથી પણ આવી નોટો નીકળી આવે છે. આવી નોટો લઈ દુકાનદાર ઈનકાર કરી દે ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે આવી નોટો બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે.
 

એક દિવસમાં કેટલી નોટ બદલી શકાય?

RBIના નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ એક જ દિવસે બેંક કાઉન્ટર પરથી વધુમાં વધુ 20 ચલણી નોટ બદલી શકે છે. આ નોટોની કુલ કિંમત ₹5,000થી વધુ હોવી જોઈએ નહીં.
જો નોટોની કિંમત ₹5,000 સુધી હોય, તો બેંક કાઉન્ટર પરથી તરત જ રોકડ ચુકવણી કરવામાં આવે છે.

જો બદલાવાની નોટોની કુલ કિંમત ₹5,000થી વધુ હોય, તો બેંક નોટો સ્વીકારીને તે રકમ ગ્રાહકના બેંક ખાતામાં જમા કરે છે.
₹50,000થી વધુ રકમની નોટ બદલવામાં થોડો સમય લાગી શકે છે.
 

શું નોટ બદલવા બેંક ફી લે છે?

RBIની ગાઈડલાઈન મુજબ ફાટેલી કે ગંદી નોટ બદલવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
આ સેવા સંપૂર્ણપણે મફત છે.

હાં, નોટની સ્થિતિ પર આધાર રાખે છે કે તમને પૂરા પૈસા મળશે કે નહીં. જો નોટ વધુ નુકસાનગ્રસ્ત હોય, તો કેટલાક કેસમાં તેની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
 

કઈ નોટ બેંક બદલવા માટે સ્વીકારશે?

બેંક એવી તમામ નોટો બદલવા માટે બાધ્ય છે:

  • ગંદી નોટ
  • થોડું ફાટેલી નોટ
  • રંગ લાગી ગયેલી નોટ
  • એવી નોટ જેમાં નંબર, મૂલ્ય અને સુરક્ષા ચિહ્ન ઓળખી શકાય

RBIએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ બેંક આવી નોટો બદલવાનો ઈનકાર કરી શકે નહીં, જો નોટની ઓળખ શક્ય હોય.
 

બહુ ખરાબ નોટોનું શું થાય?

જે નોટ:

  • ખૂબ બળી ગઈ હોય
  • એકબીજાને ચોંટી ગઈ હોય
  • સંપૂર્ણ રીતે ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં હોય

એવી નોટો સામાન્ય બેંક શાખામાં સ્વીકારવામાં ન આવી શકે. આવી નોટો RBIની ઇશ્યૂ ઓફિસમાં બદલી શકાય છે, જ્યાં તેનું અલગથી મૂલ્યાંકન કરવામાં આવે છે.

જો નોટને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, તો બેંક તેને બદલવાનો ઈનકાર પણ કરી શકે છે.
 

ઓછા મૂલ્યની નોટ પર પૂરા પૈસા મળશે

RBIના નિયમ મુજબ:

  • ₹1 થી ₹20 સુધીની નોટ માટે કોઈ કપાત લાગુ પડતી નથી
  • આવી નોટોના બદલામાં પૂર્ણ મૂલ્ય ચૂકવવામાં આવે છે
  • ₹50, ₹100, ₹200 અને ₹500ની નોટોમાં નોટની સ્થિતિ અનુસાર થોડો ઘટાડો થઈ શકે છે.
     

RBIની સ્પષ્ટતા

RBIએ એપ્રિલ 2017માં જારી કરેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કહ્યું છે કે:

  • તમામ બેન્કો ફાટેલી અને ગંદી નોટ બદલવા માટે બંધાયેલ છે
  • ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારની વધારાની ફી લેવામાં નહીં આવે
  • નોટ બદલવાની સુવિધા દરેક બેંક શાખામાં ઉપલબ્ધ હોવી જોઈએ
     

મહત્વની સલાહ

જો કોઈ બેંક કર્મચારી નોટ બદલવાનો ઈનકાર કરે, તો ગ્રાહક RBIની ફરિયાદ વ્યવસ્થામાં ફરિયાદ કરી શકે છે.