ભારતીય હોકી ટીમની જર્સી બ્લ્યુમાંથી ભગવા રંગે રંગાતા ભારે વિરોધ Jul 30, 2026 નવી દિલ્હી,બ્લુ પીચ સાથે મેચ ન થાય તે માટે ખેલાડીઓની સલાહથી લેવાયો નિર્ણય: હોકી ઈન્ડિયાની સ્પષ્ટતાવર્ષ 2026ના આગામી એફઆઈએચ હોકી વર્લ્ડ કપ પહેલા ભારતીય હોકી ટીમના સત્તાવાર પોશાકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ‘હોકી ઈન્ડિયા’ દ્વારા રાષ્ટ્રીય પુરુષ અને મહિલા હોકી ટીમની વર્ષો જૂની અને પરંપરાગત ‘બ્લુ’ જર્સીને બદલીને ભગવા’ રંગની નવી જર્સી રજૂ કરવામાં આવી છે. આ ફેરફાર સામે ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન વિરેન રસકીન્હાએ સખત નારાજગી વ્યક્ત કરી છે.વિરેન રસકીન્હાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, આ નિર્ણય શરમજનક છે. ભારતીય ટીમની વિરાસત અને ઓળખ હંમેશાં ‘બ્લુ’ રહી છે. મેં વર્ષો સુધી ગર્વથી બ્લુ જર્સી પહેરી છે. પ્રશંસકો પણ ભારતીય ટીમને બ્લુ રંગમાં જ જોવા માંગે છે. આમાં ભગવા રંગનો તર્ક શું છે?”‘હોકી ઈન્ડિયા’ દ્વારા આ ફેરફાર પાછળનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ તેમજ વિગતવાર ચર્ચા બાદ આ નિર્ણય કરાયો છે. આંતરરાષ્ટ્રીય હોકીમાં હવે બ્લુ રંગની સિન્થેટિક પિચો ધોરણ બની ગઈ છે. મેદાનનો રંગ બ્લુ હોવાને કારણે ખેલાડીઓની જૂની બ્લુ જર્સી પિચ સાથે ભળી જતી હતી, જેના કારણે મેદાન પર ખેલાડીઓની વિઝિબિલિટી અને સ્પષ્ટતા પ્રભાવિત થતી હતી. આ ટેકનિકલ મુશ્કેલીને દૂર કરવા માટે ખેલાડીઓ અને કોચ દ્વારા પીળા અથવા ભગવા રંગ જેવા વિકલ્પો સૂચવવામાં આવ્યા હતા, જેમાંથી અંતમાં ભગવા રંગ પર પસંદગી ઉતારવામાં આવી હતી. Previous Post Next Post