નેશનલ હાઈવે પર ઢોર રખડતા પકડાશે તો પશુ માલિકોને જબ્બર દંડ ફટકારાશે

નેશનલ હાઈવે પર ઢોર રખડતા પકડાશે તો પશુ માલિકોને જબ્બર દંડ ફટકારાશે

નવી દિલ્હી ,

દંડ નહી ભરે તો પશુ વેચીને દંડ વસૂલ કરાશે, કડક નિયમો તૈયાર

દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો અને હાઈ સ્પીડ એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે ચાલી રહેલી ગાડીઓની સામે અચાનક રખડતાં પશુઓ આવી જાય છે, જેનાથી રોડ અકસ્માતની સંભાવના વધી જાય છે. પરંતુ હવે રખડતાં પશુઓને કારણે થનાર જીવલેણ અકસ્માત પર લગામ લગાવવાની તૈયારી કરવામાં આવી છે. સરકાર તરફથી એક વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) જારી કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવેલા નિયમો અનુસાર જો કોઈ પોતાના પશુને હાઈવે કે એક્સપ્રેસવે પર છોડે છે તો પશુ માલિકની ઓળખ કરી ભારે દંડ ફટકારવામાં આવશે.

કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ આદેશ લાવ્યું છે, જેમાં રાષ્ટ્રીય રાજમાર્ગોથી રખડતાં ઢોરને હટાવવા માટે એક મજબૂત વ્યવસ્થા તંત્ર વિકસિત કરવાની વાત કહેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રખડતાં પશુઓથી થનારી ઘટના પર સુઓમોટો લીધો હતો. સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ બાદ સરકારે આ એસઓપી જારી કરી છે, જેનો ઉદ્દેશ્ય હાઈ સ્પીડ રોડને સુરક્ષિત બનાવવાનો છે.

નવા નિયમો હેઠળ NHAI, NHIDCL અને લોક નિર્માણ વિભાગમાં મુખ્ય નોડલ એજન્સી બનાવવામાં આવશે. સૌથી પહેલા આ એજન્સીઓ તે વિશેષ રસ્તા કે હાઈવેના તે હિસ્સાની ઓળખ કરશે, જ્યાં પર સૌથી વધુ રખડતાં ઢોરને કારણે અકસ્માત થાય છે. ત્યારબાદ એજન્સીઓ આ જાનવરોને ત્યાંથી સુરક્ષિત રીતે હટાવશે અને સ્થાનિક તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા એનિમલ શેલ્ટર સુધી પહોંચાડશે. અહીં ધ્યાન આપવાની વાત છે કે જાનવરોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનો ખર્ચ પણ રાજમાર્જ એજન્સીઓ તરફથી વહન કરવામાં આવશે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુઓના માલિકોની જવાબદારી નક્કી કરવાનો છે. નવા નિયમો અનુસાર રાજ્ય સરકારો અને સ્થાનિક તંત્ર પશુ આશ્રય સ્થળોનો સંપૂર્ણ રેકોર્ડ રાખશે. આ સાથે પકડાયેલા પશુઓના માલિકોની માહિતી મેળવવા માટે વિશેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નવા નિયમમાં પશુ અતિચાર અધિનિયમ 1871 અંતર્ગત કાર્યવાહીનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદાની કલમ 25 હેઠળ તંત્ર ન માત્ર પશુ માલિકો પર ભારે દંડ ફટકારી શકે છે, પરંતુ દંડ ન ભરવાની સ્થિતિમાં પકડાયેલા પશુનું વેચાણ કરી દંડની ભરપાઈ કરી શકાય છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો