દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રીન એનર્જી સહિત 23 કંપનીઓ સાથે રૂ.7146 કરોડના મહત્વપૂર્ણ MOU થયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રીન એનર્જી સહિત 23 કંપનીઓ સાથે રૂ.7146 કરોડના મહત્વપૂર્ણ MOU થયા

ખંભાળિયામાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગ્રીન એનર્જી સહિત કુલ 23 ઔદ્યોગિક એકમો સાથે રૂ. 7,146 કરોડથી વધુના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે નવા અવસર ઉભા કરનાર સાબિત થયો છે.

કાર્યક્રમમાં અધિક ઉદ્યોગ કમિશનર આર.એન. ડોડીયાએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલું વાઈબ્રન્ટ ગુજરાત અભિયાન આજે બે દાયકાઓ પછી એક વટવૃક્ષ સમાન બની ચૂક્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ તે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગારીનું પ્રતિક બની ગયું છે. આજે દેશ-વિદેશના રોકાણકારો માટે ગુજરાત ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે.
 


તેમણે વધુમાં જણાવ્યું કે સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, સોલર, વિન્ડ એનર્જી, ફિનટેક અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત રોલ મોડલ બની રહ્યું છે. આવનારી તા.8 થી 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં વધુ મોટા રોકાણોની શક્યતા છે અને તેમાં સહભાગી થવા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત શબ્દ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ સાથે સીધો સંકળાયેલો છે. રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારો સુધી ઔદ્યોગિક વિકાસ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રિન્યુએબલ એનર્જી, ખાસ કરીને સોલાર અને વિન્ડ એનર્જી ક્ષેત્રે છેલ્લા વર્ષોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારને ધ્યાનમાં રાખીને ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ વિશાળ તકો ઉપલબ્ધ છે.

જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ઉદ્યોગકારોને વિવિધ યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોએ વાઈબ્રન્ટ ગુજરાત પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ નિહાળી હતી, જેમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસની યાત્રા દર્શાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન નયારા એનર્જી લી., ટાટા કેમિકલ્સ, સુઝલોન વેસ્ટર્ન ઈન્ડિયા પ્રોજેક્ટ્સ, આર.એસ.પી.એલ. સહિત અનેક પ્રતિષ્ઠિત કંપનીઓના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા રોજગાર કચેરી, આરોગ્ય, બાગાયત, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા એકમ સહિત વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ દ્વારા યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

બીજા તબક્કામાં વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા ક્રેડિટ લિંકેજ સેમિનાર, સ્ટાર્ટઅપ સેમિનાર, પી.એમ.એફ.એમ.ઈ. યોજના, ટુરિઝમ અને જી.પી.સી.બી. સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારોથી સ્થાનિક ઉદ્યોગકારો અને યુવા સાહસિકોને માર્ગદર્શન મળ્યું હતું.

કુલ 23 એકમો દ્વારા કરવામાં આવેલા એમ.ઓ.યુ.માં સૌથી મોટું રોકાણ જુનિપર ગ્રીન એનર્જી લી. દ્વારા રૂ. 4,500 કરોડનું છે. આ ઉપરાંત શિવમન વિન્ડ એનર્જી પ્રા.લી. દ્વારા રૂ. 910 કરોડ, સુઝલોન વેસ્ટર્ન ઈન્ડિયા પ્રોજેક્ટ્સ લી. દ્વારા રૂ. 900 કરોડ અને પાવરિકા લી. દ્વારા રૂ. 800 કરોડનું રોકાણ થવાનું છે. નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા પણ સ્ટોન ક્રશર, મિનરલ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણ કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના અંતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર પી.બી. પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે મદદનીશ કમિશનર ટી.સી. પટેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, ઉદ્યોગ સાહસિકો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ જિલ્લા સ્તરીય કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રીન એનર્જી અને ઔદ્યોગિક વિકાસ માટે નવી દિશા અને મજબૂત આધાર પૂરું પાડનાર બન્યો છે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ