વંદે માતરમ્ ગાન મુદ્દે ઇમરાન ખેડાવાલાનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો

વંદે માતરમ્ ગાન મુદ્દે ઇમરાન ખેડાવાલાનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો

ગાંધીનગર,

સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજ જોયા બાદ

ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રગાન 'વંદે માતરમ્'ના ગાન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગૃહમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને વિધાનસભા અધ્યક્ષે સમગ્ર મામલો ગૃહની વિશેષાધિકાર સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો છે.

ગૃહમાં જ્યારે 'વંદે માતરમ્'નું ગાન ચાલી રહ્યું હતું, ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા શરૂઆતમાં ઊભા થયા હતા, પરંતુ ગાન પૂર્ણ થાય તે પહેલા જ વચ્ચેથી બેસી ગયા હતા. નાયબ મુખ્યમંત્રી દ્વારા આ બાબતને ગૃહમાં વિશેષાધિકાર ભંગના મુદ્દા તરીકે ઉઠાવવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે ઘટનાના વીડિયો ફૂટેજ જોયા બાદ આ સમગ્ર મામલો વિશેષાધિકાર સમિતિને સોંપ્યો છે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આશરે 13 વર્ષના લાંબા ગાળા બાદ કોઈ ધારાસભ્યનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવ્યો છે, 

અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણના શપથ લઈને ગૃહમાં આવતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસેથી નિયમોના પાલનની અપેક્ષા સામાન્ય નાગરિકો કરતાં વધુ હોય છે અને ગૃહના નિયમો તથા ગરિમાનું અપમાન બિલકુલ ચલાવી લેવાય નહીં.

You may also like

ઇન્દોરના નહેરુ સ્ટેડિયમમાં રાહુલના છાત્રો કી ગુંજ કાર્યક્રમને મંજૂરી ન મળી

ઇન્દોરના નહેરુ સ્ટેડિયમમાં રાહુલના છાત્રો કી ગુંજ કાર્યક્રમને મંજૂરી ન મળી

વંદે માતરમ્ ગાન મુદ્દે ઇમરાન ખેડાવાલાનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો

વંદે માતરમ્ ગાન મુદ્દે ઇમરાન ખેડાવાલાનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો

દેશમાં આગામી માર્ચથી 'બેરિયર-ફ્રી' ટોલ વ્યવસ્થા અમલી

દેશમાં આગામી માર્ચથી 'બેરિયર-ફ્રી' ટોલ વ્યવસ્થા અમલી

ચાંદીમાં એક જ દિવસમાં રૂ.10 હજારનો કડાકો, સોનું પણ રૂ.2700 ગગડ્યું

ચાંદીમાં એક જ દિવસમાં રૂ.10 હજારનો કડાકો, સોનું પણ રૂ.2700 ગગડ્યું