એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓને ટ્રાન્સપોર્ટેશનની ભારે અગવડ

એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓને ટ્રાન્સપોર્ટેશનની ભારે અગવડ

નવી દિલ્હી,

લોજિસ્ટિક પડકારો છતાં ભારતને શૂટિંગમાં મંડળની આશા
 

એશિયન ગેમ્સમાં લોજિસ્ટિક્સ પડકારો છતાં ભારતને શૂટિંગમાં મેડલની આશા સેવી રહી છે. લોજિસ્ટિક્સની ગંભીર સમસ્યાઓ છતાં, શૂટિંગ રેન્જમાં ભારતની સફળતાની આશા અકબંધ છે. આજે પુરુષોના 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ્સમાં મેડલ જીતવાની તકો ભારત પાસે રહેશે.

જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમને યાત્રા અને ટ્રાન્સપોર્ટને લગતી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે વારંવાર થઈ રહેલા વિલંબથી મહત્ત્વની ઇવેન્ટ્સ પહેલાંના ટ્રેનિંગ શેડ્યૂલ પર માઠી અસર પડી છે. 15 સપ્ટેમ્બરે પહોંચ્યા ત્યારથી જ શૂટર્સ અને કોચને એરપોર્ટ તેમજ બસ પિક-અપ પોઈન્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. જ્યારે ભીડભાડવાળી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાએ તૈયારીઓને વધુ કઠિન બનાવી દીધી છે.

અહેવાલ મુજબ, 17 સપ્ટેમ્બરે અનેક એથ્લીટ્સ અને કોચ બસો માટે 3 કલાક સુધી રાહ જોતા રહ્યા હતા. જોકે, 18 અને 19 સપ્ટેમ્બરે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છતાં ટીમનાં તમામ સભ્યો ટ્રેનિંગ માટે શૂટિંગ રેન્જ સુધી પહોંચી શક્યા નહોતા. 20 સપ્ટેમ્બરે સ્થિતિ વધુ વણસી ગઈ હતી જ્યારે પૂરતી બેઠકો ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલાક કોચને બસમાંથી નીચે ઉતરવું પડ્યું હતું. ટ્રેનિંગ સેશન શરૂ કરતા પહેલાં શૂટર્સને પોતાના કોચના આગમનની રાહ જોવી પડી હતી.

21 સપ્ટેમ્બરે વેન્યુ પર ભારે ભીડ અને એન્ટ્રી માટેની લાંબી લાહોને કારણે ટીમને બસોની અંદર વધુ 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. આયોજકોએ મુસાફરીમાં સરેરાશ 80 મિનિટનો સમય લાગવાનું અનુમાન કર્યું હતું, પરંતુ હવે સમાચાર છે કે આ સફરમાં બે કલાક કરતાં વધુ સમય વીતી રહ્યો છે, જેનાથી ભારતની ટ્રેનિંગ યોજનાઓમાં મોટો અવરોધ ઊભો થઈ રહ્યો છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો