ગુજરાતમાંથી વિદાઇ થતાં પહેલા તોફાની વરસાદનો આજથી છેલ્લો રાઉન્ડ

ગુજરાતમાંથી વિદાઇ થતાં પહેલા તોફાની વરસાદનો આજથી છેલ્લો રાઉન્ડ

અમદાવાદ,

અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર પવન સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં અનેક દિવસોના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ 12થી 14મી સુધી થયો હતો અને જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાર્વત્રિક 2થી 6 ઈંચ સુધીનો સારો વરસાદ નોંધાયો હતો.

હજુ પણ રાજ્યમાં 16 ટકા વરસાદ ઓછો છે ત્યારે આગામી બેથી ત્રણ દિવસ વરસાદની આગાહી છે અને જેમાં આ ઘટ પુરી થશે કે નહીં. ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદ બાદ ગઈકાલથી ફરીથી વરસાદે વિરામ લીધો છે.

જો કે હવામાન વિભાગની આગાહી મુજબ 17મીથી સાત દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહીનું અનુમાન કરાયું છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ભાગોમાં ઘણા જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્ય ગુજરાતની આગાહી છે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે રાજ્યમાં નોંધનીય વરસાદ પડ્યો નથી. સૌથી વધુ માત્ર 13 મી.મી. વરસાદ છોટા ઉદેપુરના કડવલ તાલુકામાં નોંધાયો છે. હજુ પણ રાજ્યમાં 16 ટકાની ઘટ છે. જેમાં કચ્છમાં 40 ટકાથી વધુ, ઉ. ગુજરાતમાં 35 ટકાથી વધુ તથા સૌરાષ્ટ્રમાં પણ 35 ટકા જેટલી ઘટ છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો