G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ:  ઇટલીના પીએમ મેલોની

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ: ઇટલીના પીએમ મેલોની

 નવી દિલ્હી,

ફ્રાન્સના એવિયન-લે-બેન્સ ખાતે આયોજિત G7 શિખર સંમેલન દરમિયાન ભારત અને ઇટલીના વડાપ્રધાન વચ્ચેની મુલાકાત ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સોશિયલ મીડિયા પર 'મેલોડી'  તરીકે જાણીતી આ જોડીએ ફરી એકવાર પોતાની સહજ અને ઉષ્માભરી કેમિસ્ટ્રીથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની એકબીજા સાથે હળવાશના મૂડમાં વાતચીત કરતા જોવા મળ્યા હતા.

G7 સમિટના ગ્રૂપ ફોટો સેશન પહેલાં જ્યારે વડાપ્રધાન મોદી અને જ્યોર્જિયા મેલોની મળ્યા, ત્યારે તેમની વચ્ચે ખૂબ જ રસપ્રદ વાતચીત થઈ હતી. વીડિયોમાં બંને નેતાઓ એકબીજાનું અભિવાદન કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા અંગે ચર્ચા કરતા ઇટલીના વડાપ્રધાને હસતા-હસતા ટિપ્પણી કરી હતી કે, "હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રખ્યાત કપલ છીએ." બંને નેતાઓ વચ્ચેની આ સહજ મુલાકાતનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પીએમ મોદીએ મેલોનીને 'પાર્લે મેલોડી' ટોફી ભેટમાં આપીને આ ઇન્ટરનેટ ટ્રેન્ડ પર હાસ્યરસ પીરસ્યો હતો.

વૈશ્વિક મંચ પર આ બંને નેતાઓ વચ્ચેની ઉષ્મા માત્ર મીમ્સ કે સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બદલાતી વૈશ્વિક રાજનીતિનો એક મહત્વનો હિસ્સો છે. ભારત અને ઇટલી હાલમાં 'ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર' 

જેવા પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરી રહ્યા છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત વેપારી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હાલ ૧૬.૭૭ અબજ ડોલરને વટાવી ગયો છે. આ મુલાકાતો માત્ર વ્યક્તિગત સૌજન્ય નથી, પરંતુ ભારતને ઇન્ડો-પેસિફિક અને યુરોપ વચ્ચે જોડતી મજબૂત કડી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ છે.

You may also like

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો:  6 લાખ કરોડ સ્વાહા

શેર બજારમાં બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ 740, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો: 6 લાખ કરોડ સ્વાહા

નાગપુર-રાયપુર હાઈવે પર ટ્રક અને પિક અપની ટક્કરમાં 3 બાળકો સહિત 8ના મોત

નાગપુર-રાયપુર હાઈવે પર ટ્રક અને પિક અપની ટક્કરમાં 3 બાળકો સહિત 8ના મોત

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 190 પર પહોંચી

ભારત પાસે પરમાણુ હથિયારોની સંખ્યા 190 પર પહોંચી

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો