સોમનાથમાં નોનવેજ પ્રતિબંધ યથાવત: સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર

સોમનાથમાં નોનવેજ પ્રતિબંધ યથાવત: સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર

નવી દિલ્હી / ગીર સોમનાથ,

હાઇકોર્ટે આપેલા વચગાળાના સ્ટે સામેની અરજી ફગાવી; બે માસમાં અપીલનો નિકાલ કરવા નિર્દેશ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહ પરના પ્રતિબંધ મામલે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સોમનાથ મંદિર આસપાસ નોનવેજ પરના પ્રતિબંધ પર આપેલા વચગાળાના સ્ટે સામે સુપ્રીમ કોર્ટે કોઈ પણ પ્રકારનો હુકમ કે હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અપીલકર્તાઓને હાઇકોર્ટમાં જ પોતાની રજૂઆત કરવા જણાવીને બે મહિનાની અંદર આ અપીલ પતાવવા માટે નિર્દેશ આપ્યો છે.

જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાને હોટેલ અને રેસ્ટોરાં સંચાલકોએ હાઇકોર્ટમાં પડકારતાં સિંગલ જજ જસ્ટિસ નિશા ઠાકોરની બેન્ચે પ્રતિબંધ રદ કર્યો હતો. જોકે, રાજ્ય સરકારે મુખ્ય સરકારી વકીલ જી. એચ. વિર્ક મારફતે  ચીફ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને જસ્ટિસ નિરઝર દેસાઈની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરતાં ડિવિઝન બેન્ચે સિંગલ જજના આદેશ પર રોક લગાવીને પ્રતિબંધ યથાવત રાખ્યો હતો.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો