પીએમ મોદીની ગણપતિ બાપ્પા સાથે ચાય પે ચર્ચા ભારે વિવાદમાં આવી Sep 16, 2026 કોલકત્તા,ગણેશ મહોત્સવમાં હિન્દુ રાષ્ટ્ર થીમમાં "ચાય પે ચર્ચા"નો ટેબ્લો મુકાતા રાજકીય ઘમાસાણહાવડાના બેલૂર બજારમાં ગણેશ પૂજાને લઈને વિવાદ ઊભો થયો છે. શિવચંદ્ર ચેટર્જી સ્ટ્રીટમાં આયોજિત એક ગણેશ પૂજાની થીમ આ વખતે 'હિંદૂ રાષ્ટ્ર' રાખવામાં આવી છે. થીમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિદ્ધિદાતા ગણેશને એકસાથે બેઠેલા દર્શાવવામાં આવ્યા છે.આ દરમિયાન બંનેના હાથમાં ચાનો કપ છે, જેને 'ચાય પે ચર્ચા'ની થીમ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. થીમની પાછળની દીવાલ પર 'હિંદૂ રાષ્ટ્ર' લખવામાં આવ્યું છે. તો બીજી તરફ ભારતનો નકશો અને તેની પાસે હિંદૂ ધ્વજ પણ રાખવામાં આવ્યો છે.હવે ગણેશ પૂજાની આ થીમ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે અને આ અંગે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આ મામલે ભાજપ અને વિપક્ષી નેતાઓની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.પૂજાના આયોજક અને વ્યવસાયે પ્રમોટર ખોકન કાંરાએ કહ્યું કે, હું લાંબા સમયથી આ પૂજાનું આયોજન કરતો આવ્યો છું. તેમણે જણાવ્યું કે આ મારી વ્યક્તિગત પૂજા છે અને દર વર્ષે અમે પૂજામાં અલગ-અલગ થીમ રજૂ કરીએ છીએ. આ વખતની થીમ પણ મારા જ મગજની ઊપજ છે અને લોકો તરફથી એને સારી પ્રતિક્રિયા મળી રહી છે.તેમણે કહ્યું, 'મારો ઈરાદો કોઈ પણ ધર્મને ઠેસ પહોંચાડવાનો નથી અને જેઓ કહી રહ્યા છે કે નવું ભાજપ થવાને કારણે આવું કરી રહ્યા છીએ, તે તદ્દન ખોટું છે. મેં મારી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્ર અને ભગવાન ગણેશને ધર્મના પ્રતીક માનીને આ થીમ તૈયાર કરી છે.'બીજી તરફ આ મામલે નવ તૃણમૂલના અધ્યક્ષ અને મધ્ય હાવડાના ધારાસભ્ય અરૂપ રોયે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો નવા ભાજપવાળા થયા છે. તેમનું કહેવું છે કે આવા લોકો આ રીતે માખણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું ન કરવું જોઈએ. મને ખબર નથી કે આ વાત ભાજપ કે વડાપ્રધાનને ખબર છે કે નહીં. જેમણે આવું કર્યું છે તેમની સામે જિલ્લા અને રાજ્ય ભાજપે સખત કાર્યવાહી કરવી જોઈએ.હાવડા જિલ્લા ભાજપના મંત્રી ઓમપ્રકાશ સિંહે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને ખબર નથી કે કયા લોકોએ આ પ્રકારનું આયોજન કર્યું છે. પરંતુ આમાં મને કશું ખોટું પણ નથી દેખાતું. પશ્ચિમ બંગાળમાં ઘણી પ્રકારની પૂજાઓ આયોજિત કરવામાં આવે છે. દુર્ગાપૂજાના સમયે ઘણા પ્રકારની થીમ જોવા મળે છે. મને આમાં કશું ખોટું નથી દેખાતું. પરંતુ જે તૃણમૂલના વર્તમાન અધ્યક્ષ અરૂપ રોય જી કહી રહ્યા છે, એનાથી હું સહમત નથી. એમના જમાનામાં તો પૂજા કરવા માટે કોર્ટ જવું પડતું હતું. Previous Post Next Post