મણિપુરી સંગીતકારની હત્યા બાદ પી.એમ. રિપોર્ટમાં ૧૫ પાંસળીઓ તૂટેલી હોવાનો ખુલાસો

મણિપુરી સંગીતકારની હત્યા બાદ પી.એમ. રિપોર્ટમાં ૧૫ પાંસળીઓ તૂટેલી હોવાનો ખુલાસો

નવી દિલ્હી,

છાતી અને પેટ પર ભારે હથિયાર કે લાતોના પ્રહારથી આંતરિક રક્તસ્રાવ થતાં મોત: એઈમ્સ

રાજધાની દિલ્હીમાં મણિપુરના ૫૪ વર્ષીય સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહની હત્યાના મામલામાં દિલ્હીની એઈમ્સ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સંગીતકાર પર ખૂબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમની ડાબી બાજુની ૧લીથી ૧૧મી અને જમણી બાજુની ૬ઠ્ઠીથી ૯મી એમ કુલ મળીને ૧૫ પાંસળીઓ તૂટી ગઈ હતી.

એઈમ્સના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા સુધીર ગુપ્તાના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે વિક્રમ સિંહના શરીર પર માથા, ચહેરા, છાતી, પેટ અને પીઠ પર ભારે ઈજાઓના નિશાન હતા. તેઓ જ્યારે જમીન પર પડી ગયા ત્યારે પણ તેમના પર લાતો અને ઘાતક પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ગંભીર મારપીટના કારણે તેમની છાતી અને પેટના ભાગે ભારે આંતરિક રક્તસ્રાવ થયો હતો, જે અંતે તેમના મૃત્યુનું કારણ બન્યો. ગંભીર ઇજાઓ બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના કિલોકરી ગામ (આશ્રમ વિસ્તાર)માં રહેતા ચોંગથમ વિક્રમ સિંહના ફ્લેટની બહાર કેટલાક યુવકો મોટેથી અવાજ કરી હોબાળો મચાવી રહ્યા હતા. સંગીતકારે આ અવાજ અને હોબાળો મચાવવાનો વિરોધ કરતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગલિયારામાં તેમને ઘેરીને ઢોરમાર માર્યો હતો.

You may also like

ભારત પર ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ત્રણ શક્તિશાળી ચક્રવાત ત્રાટકવાની આશંકા

ભારત પર ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ત્રણ શક્તિશાળી ચક્રવાત ત્રાટકવાની આશંકા

મણિપુરી સંગીતકારની હત્યા બાદ પી.એમ. રિપોર્ટમાં ૧૫ પાંસળીઓ તૂટેલી હોવાનો ખુલાસો

મણિપુરી સંગીતકારની હત્યા બાદ પી.એમ. રિપોર્ટમાં ૧૫ પાંસળીઓ તૂટેલી હોવાનો ખુલાસો

ચોમાસુ સત્રના અંતિમ દિવસે સરકારે રજૂ કર્યા ત્રણ મહત્વપૂર્ણ વિધેયકો

ચોમાસુ સત્રના અંતિમ દિવસે સરકારે રજૂ કર્યા ત્રણ મહત્વપૂર્ણ વિધેયકો

દિલ્હી હાઈકોર્ટનો ઝટકો: વિનેશ ફોગાટ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર

દિલ્હી હાઈકોર્ટનો ઝટકો: વિનેશ ફોગાટ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર