વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!

વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!

વલભીપુર( ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા),

મંજૂરી લેવામાં આવી છે કે પછી વૃક્ષોના લાકડામાંથી રોકડી કરવામાં આવી રહી છે?

વલભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાની ચર્ચા વચ્ચે હવે વલભીપુર એસટી બસ ડેપો ખાતે પણ વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષો કાપવામાં આવતાં અનેક સવાલો ઊભા થયા છે.

એક તરફ સરકાર દ્વારા પર્યાવરણનું જતન કરવા અને વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે કે વલભીપુર આરોગ્ય કેન્દ્ર અને એસટી ડેપો ખાતે વૃક્ષો કાપવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા સંબંધિત વિભાગની કાયદેસરની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ?

લોકોમાં એવી પણ ચર્ચા છે કે કોન્ટ્રાક્ટરો વૃક્ષોનું કટિંગ કરીને તેના લાકડામાંથી રોકડી કરી રહ્યા છે કે કેમ? જો આવી કોઈ કામગીરી થઈ હોય તો કાપવામાં આવેલાં વૃક્ષોનું લાકડું ક્યાં લઈ જવામાં આવ્યું અને તેનો હિસાબ કોની પાસે છે તે અંગે પણ તપાસ થવી જોઈએ. લોકોની માંગ છે કે આરોગ્ય કેન્દ્ર અને એસટી ડેપો બંને સ્થળે કાપવામાં આવેલાં વૃક્ષોની સંખ્યા, મંજૂરીના દસ્તાવેજો તથા લાકડાના નિકાલ અંગે તપાસ કરવામાં આવે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો