રાજકોટમાં 8-9 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સનું આયોજન, સૌરાષ્ટ્ર-કચ્છ ઉદ્યોગોને મળશે મોટું પ્લેટફોર્મ

રાજકોટમાં 8-9 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સનું આયોજન, સૌરાષ્ટ્ર-કચ્છ ઉદ્યોગોને મળશે મોટું પ્લેટફોર્મ

ગુજરાત આગામી વર્ષની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. રાજકોટમાં 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ યોજાવાની છે, જે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માટે ઔદ્યોગિક વિકાસ, ટેક્નોલોજીકલ ઉન્નતિ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રોત્સાહિત ‘મેક ઈન ઈન્ડિયા’, ‘સ્વદેશી અપનાવો’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલનો સીધો પ્રભાવ ગુજરાતના ઔદ્યોગિક માળખા પર પડે છે અને આ કોન્ફરન્સ એ જ વિચારધારાને વધુ મજબૂતી આપશે.

કોન્ફરન્સ સાથે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ એક્ઝિબિશનનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ, સરકારની વિવિધ એજન્સીઓ અને આ 20 ક્ષેત્રના નિષ્ણાતો એક જ પ્લેટફોર્મ પર મળશે. આ વિસ્તારમાં ઉદ્યોગોના વધતા પગપાળા, પરિવહન સુવિધાઓ, ખર્ચ-પ્રભાવક મેન્યુફેક્ચરિંગ, અને ટેક્નોલોજીકલ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને, આ એક્ઝિબિશન અને કોન્ફરન્સ બંને ખૂબ જ અસરકારક બની શકે છે.

આ સમગ્ર પ્રોગ્રામનો ખાસ આકર્ષણ બની રહ્યું છે શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ LLP, જે સ્વદેશી ટેક્નોલોજી, પ્રીસીઝન એન્જિનિયરિંગ અને વૈશ્વિક ધોરણોના પ્રોડક્શન માટે જાણીતું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ વલ્લભભાઈ સતાણીએ જણાવ્યું કે વર્ષ 2017માં શરૂ થયેલી આ કંપની આજે ભારતની અગ્રણી એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં સ્થાન મેળવી ચૂકી છે. તેમના જણાવ્યા અનુસાર, તેમના પિતા વલ્લભભાઈ સતાણીના વર્ષોના અનુભવ અને માર્ગદર્શનને કારણે કંપનીએ એન્જિનિયરિંગ ક્ષેત્રે મજબૂત પાયો ઊભો કર્યો છે. આ પાયો કંપનીને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે.

સરકારના સપોર્ટ અને કંપનીની અદ્યતન ટેક્નોલોજી સાથે શ્રીરામ એરોસ્પેસે પ્રીસીઝન એન્જિનિયરિંગના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાવી છે. અદ્યતન CNC મશીનો, 24×7 પાવર-બેક્ડ એસેમ્બર પ્લાન્ટ, હાઈ-ટેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અનુભવી ટેક્નિકલ ટીમની મદદથી કંપનીએ અત્યંત જટિલ અને ક્રિટિકલ એરોસ્પેસ ઘટકો બનાવવાની ક્ષમતા વિકસાવી છે. આજે, એરબસ, બોઇંગ, રોલ્સ-રોયસ, ડેસોલ્ટ એવિએશન, ઇસરો, HAL જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માટે કંપની મહત્વપૂર્ણ પાર્ટ્સ સપ્લાય કરે છે.

કંપનીએ SAC-ISRO માટે 6 માઇક્રોન RMS ધરાવતું ભારતનું પ્રથમ ટેરાહર્ટ્ઝ એન્ટેના બનાવવાનું ગૌરવ મેળવ્યું છે. સાથે જ, નેવિગેશન એન્ટેના, 8 મીટર વિંગ ફિક્ચર, INVAR કોમ્પોઝિટ ટૂલિંગ, એરો-એન્જિન માટે હાઈ-સ્ટ્રેન્થ એલોય ટૂલ્સ, રિફ્લેક્ટર પેનલ તથા 3000થી વધુ કોમ્પ્લેક્સ એરોસ્પેસ ટૂલ્સની સફળ ડિલિવરી કરી છે. જેમાં ખાસ કરીને એરબસ E295 વિમાન માટે 25 ટન વજન, 15,000થી વધુ ભાગો ધરાવતા 11.5 મીટર લાંબા વિંગ બોક્સ એસેમ્બલી જિગ્સનો સમાવેશ થાય છે, જે ભારતની પ્રીસીઝન એન્જિનિયરિંગ ક્ષમતાનો પ્રતીક છે.

ભારતમાં એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે, તેમ છતાં આજે પણ મોટા મશીનિંગ સેટઅપ્સનો અભાવ, ઉચ્ચ ગુણવત્તાની ક્વોલિફિકેશન પ્રક્રિયાઓ, અને વિશાળ મૂડીરોકાણની જરૂરિયાત જેવી પડકારો જોવા મળે છે. પરંતુ ગુજરાતના ઉદ્યોગો આ પડકારોને તકમાં પરિવર્તિત કરી રહ્યા છે. રાજ્ય સરકારના ઔદ્યોગિક નીતિ આધાર, કુશળ મેનપાવર, અને ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હવે રાષ્ટ્રીય જ નહીં પણ વૈશ્વિક સ્તરે મહત્ત્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

આવતી વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ આકાશને સ્પર્શતી અપેક્ષાઓ, નવી ભાગીદારીઓ અને વૈશ્વિક ઔદ્યોગિક નેતૃત્વ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રાજકોટ પહેલીવાર આ સ્તરની કોન્ફરન્સને હોસ્ટ કરવાના કારણે શહેરની ઔદ્યોગિક છબી, રોજગારીના અવસરો અને વૈશ્વિક ઉદ્યોગકારોના જોડાણમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ