રાજકોટમાં શિયાળાની ઋતુમાં રોગચાળો વકર્યો: શરદી-ઉધરસ અને તાવના 2,132 કેસ, ડેન્ગ્યુ સહિત કુલ 2,328 દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક Dec 15, 2025 રાજકોટ શહેરમાં શિયાળાની ઋતુ શરૂ થતાં જ હવામાનમાં આવેલા ફેરફાર અને પ્રદૂષણમાં વધારાના કારણે રોગચાળો વકર્યો છે. ખાસ કરીને શરદી-ઉધરસ અને સામાન્ય તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ યથાવત રહેતાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે.ગત એક સપ્તાહ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ રોગોના કુલ 2,328 કેસ નોંધાયા, જેમાં શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી ઉપરાંત ડેન્ગ્યુ, કમળો અને ટાઇફોઇડ જેવા જોખમી રોગોનો પણ સમાવેશ થાય છે. એક સપ્તાહના રોગચાળાના આંકડાઆરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ:શરદી-ઉધરસ: 1,271 કેસસામાન્ય તાવ: 861 કેસઝાડા-ઉલટી: 191 કેસડેન્ગ્યુ: 2 કેસકમળો (હેપેટાઇટિસ): 2 કેસટાઇફોઇડ: 1 કેસઆ રીતે કુલ 2,328 દર્દીઓ સામે આવ્યા છે. મહત્વનું છે કે આ આંકડા માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોના છે. જો ખાનગી દવાખાના અને હોસ્પિટલોના દર્દીઓને પણ ગણવામાં આવે, તો આ સંખ્યા 10,000થી વધુ હોઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ભારે ભીડશહેરના મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા સપ્તાહ દરમિયાન દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ ઓપીડીમાં લાંબી-લાંબી લાઈનો લાગી રહી છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ પર પણ કામનો ભાર વધી ગયો છે.મનપાના ચોપડે ગયા સપ્તાહે 2,336 કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ સપ્તાહે 2,328 કેસ નોંધાયા છે. સંખ્યા લગભગ સમાન હોવા છતાં શરદી-ઉધરસ અને તાવના કેસોનું પ્રમાણ ચિંતાજનક હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા યુદ્ધસ્તરે કામગીરીરાજકોટ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ફોગીંગ, પોરાનાશક દવાઓનો છંટકાવ અને સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પાણી ભરાયેલા સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે.મનપાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર એક સપ્તાહમાં 76 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી સમયમાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. પાણીજન્ય રોગો સામે ક્લોરીનેશન અભિયાનપાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપા દ્વારા જ્યાંથી કમળા અને ટાઇફોઇડના કેસ સામે આવે છે તે વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારોમાં:પાણીનું રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટિંગપાણીની લાઈનો અને ભૂગર્ભ લાઈનોની તપાસલીકેજ હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગજવાં પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, એન્ડ પોઈન્ટ પર 0.5 ppm ક્લોરિન લેવલ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. 22,465 ઘરોમાં પોરાનાશક કામગીરીરોગચાળા સામે લડવા માટે મનપા દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરાયું છે. તા. 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન:22,465 ઘરોમાં પોરાનાશક કામગીરી885 ઘરોમાં ફોગીંગ56 મેલેરિયા ફિલ્ડ વર્કર415 અર્બન આશા115 વોલેન્ટીયર્સદ્વારા વાહક નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી. જ્યાં મચ્છરની ઘનતા વધુ છે, ત્યાં વાહનમાઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા કામગીરી ચાલી રહી છે. ડેન્ગ્યુમાં ઘટાડો, છતાં સતર્કતા જરૂરીઆરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગત વર્ષોની સરખામણીએ હાલ ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે આ સમયગાળામાં ડેન્ગ્યુના કેસો વધુ હતા, જ્યારે હાલ સપ્તાહે માત્ર 2 થી 4 છૂટાછવાયા કેસો સામે આવી રહ્યા છે. મેલેરિયા અને ચિકનગુનિયા મહદઅંશે નાબૂદ થયા હોય તેમ છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે. 479 પ્રિમાઈસીસમાં તપાસ, નોટિસની કાર્યવાહીમચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે રાજકોટ શહેરમાં:બાંધકામ સાઇટસ્કૂલકોલેજકોમર્શિયલ પ્રિમાઈસીસસહીત કુલ 479 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંકના 216 અને કોમર્શિયલના 76 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. લોકોની સાવચેતી પણ એટલી જ જરૂરીમનપા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આરોગ્ય વિભાગનું કહેવું છે કે લોકોની સાવચેતી પણ એટલી જ મહત્વની છે. ઘરમાં પાણી ભરાવા ન દેવું, સ્વચ્છતા જાળવવી, ઉકાળેલું પાણી પીવું અને તાવના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.રાજકોટમાં હાલ શરદી-ઉધરસ, તાવ અને અન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. મનપા અને આરોગ્ય વિભાગ સતર્ક છે અને રોગચાળો કાબૂમાં લેવા માટે વ્યાપક કામગીરી ચાલી રહી છે. જો તંત્ર સાથે લોકો પણ જવાબદારી દાખવે, તો રોગચાળાને ઝડપી કાબૂમાં લઈ શકાય. Previous Post Next Post