રાજકોટ, વઢવાણ અને જામનગરમાં આજે વરસ્યા શ્રાવણી સરવડા Aug 13, 2026 રાજકોટ,રાજકોટમાં આજે પણ વાદળછાયું વાતાવરણ યથાવતપવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે સવારથી જ રાજકોટ, વઢવાણ અને જામનગર સહિતના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદી માહોલને કારણે લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.હવામાન વિભાગના સંકેતો અને સ્થાનિક સ્થિતિ જોતાં આજે પણ આ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને ઠેર-ઠેર હળવો વરસાદ પડી રહ્યો છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જો કે રાજકોટવાસીઓ જે અનરાધાર મેઘ ઈચ્છી રહ્યા છે તે હજુ પડ્યો નથી. શ્રાવણના આગમન સાથે જ મેઘરાજાની મહેર શરૂ થતાં આગામી સમયમાં સારો વરસાદ પડે તેવી આશા સેવાઈ રહી છે. Previous Post Next Post