પોદાર પ્રેપ રાજકોટ ખાતે “લર્ન થ્રુ સાઉન્ડ, કાઉન્ટ થ્રુ ફન” થીમ સાથે લિટરસી એન્ડ ન્યુમરસી મેલા ઉજવાયો Aug 13, 2026 રાજકોટ ,પોદાર પ્રેપ રાજકોટ ખાતે આજે લિટરસી એન્ડ ન્યુમરસી મેલા અંતર્ગત "Learn through Sound, Count through Fun"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગણિત વિભાગમાં બાળકો અને વાલીઓએ હોપસ્કોચ, બીફોર એન્ડ આફ્ટર નંબર, ઓર્ડિનલ નંબર એનિમલ પરેડ, બીડ્સથી પેટર્ન બનાવવી જેવી વિવિધ રમત-ગમત આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ગણતરી, ક્રમ અને પેટર્નની સમજ મજબૂત બની હતી.ભાષા વિભાગમાં મેચિંગ લેટર્સ ટુ ઓબ્જેક્ટ્સ, ફન વિથ લેટર્સ, સાઉન્ડ સફારી, લેટર પીક-એ-બૂ જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ અક્ષરો, ધ્વનિ અને શબ્દોને રમત-રમતમાં શીખ્યા હતા.આખો કાર્યક્રમ શૈક્ષણિક અને આનંદથી ભરપૂર રહ્યો. બાળકો અને વાલીઓ બંનેએ આ અનોખા અનુભવની ખૂબ પ્રશંસા કરી અને ખુશી વ્યક્ત કરી હતી. પોદાર પ્રેપ રાજકોટ ટીમ તરફથી તમામ વાલીઓનો સહકાર અને સમર્થન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. Previous Post Next Post