શુભાંશુ શુક્લા 'સ્કાય ઇઝ નોટ ધ લિમિટ' : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા

શુભાંશુ શુક્લા 'સ્કાય ઇઝ નોટ ધ લિમિટ' : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા

વર્ષ 2025 ભારત માટે ગૌરવ, રાજકારણ, આસ્થા, આપત્તિ અને પડકારોથી ભરેલું સાબિત થયું. અવકાશથી લઈને ધાર્મિક મહોત્સવ, ચૂંટણીથી લઈને કુદરતી આપત્તિ સુધી—ઘટનાઓએ દેશ-વિદેશમાં ચર્ચા જગાવી.
 

સ્પેસ સ્ટેશનમાં પહોંચનાર પ્રથમ ભારતીય: શુભાંશુ શુક્લા

40 વર્ષીય ગ્રુપ કેપ્ટન અને ટેસ્ટ પાયલોટ શુભાંશુ શુક્લાએ ભારત માટે ઇતિહાસ રચ્યો. ઇસરોના ગગનયાન પ્રોજેક્ટ માટે પસંદ થયેલા શુભાંશુ શુક્લા નાસા–ઇસરો–સ્પેસએક્સના સંયુક્ત મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા. 25 જૂને કેનેડી સ્પેસ સેન્ટરથી મિશન શરૂ કરી તેમણે 20 દિવસ, 2 કલાક અને 59 મિનિટ અંતરિક્ષમાં વિતાવ્યા અને 15 જુલાઈએ પૃથ્વી પર સફળ પરત ફર્યા. તેઓ સ્પેસ સ્ટેશનમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા.
 

મહાકુંભમાં વિશ્વ રેકોર્ડ: 66 કરોડ શ્રદ્ધાળુઓ

પ્રયાગરાજમાં યોજાયેલ 45 દિવસીય મહાકુંભ મેળામાં દેશ-વિદેશમાંથી 66 કરોડ શ્રદ્ધાળુઓએ હાજરી આપી. ઉત્તર પ્રદેશ સરકારે 40 કિમી વિસ્તારમાં અસ્થાયી શહેર ઊભું કર્યું. 190 ટ્રેન, 15 હજાર શૌચાલય, 40 હજાર પોલીસ અને અંદાજે 14 અબજ ડોલરનું બજેટ ફાળવાયું.
 

અયોધ્યા રામ મંદિર પર ધર્મ ધ્વજારોહણ

રામ મંદિરનું મુખ્ય બાંધકામ પૂર્ણ થતા 25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના હસ્તે શિખર પર ધ્વજ લહેરાવવામાં આવ્યો. આ પ્રસંગને મોદીએ “ભારતીય સભ્યતાના પુનર્જાગરણનો ધ્વજ” ગણાવ્યો.
 

બિહારમાં એનડીએનો દબદબો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ 243માંથી 202 બેઠકો જીતી. નીતીશ કુમારે દસમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જેડીયુને 85 અને ભાજપને 89 બેઠકો મળી, જ્યારે મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર સીમિત રહ્યું.
 

દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક વાપસી

27 વર્ષ પછી ભાજપે દિલ્હીમાં સત્તા મેળવી 48 બેઠકો જીતી. આમ આદમી પાર્ટી 62થી ઘટીને 22 બેઠકો પર આવી ગઈ. અરવિંદ કેજરીવાલ પોતે ચૂંટણી હારી ગયા અને રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
 

આરએસએસની શતાબ્દી ઉજવણી

1925માં સ્થાપિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે 100 વર્ષ પૂર્ણ કર્યા. દેશભરમાં શિબિર, પ્રવચન અને કાર્યક્રમો યોજાયા. સંઘના વડા મોહન ભાગવતે દશેરા પ્રવચન દ્વારા રાષ્ટ્ર અને સમાજ માટેની દિશા રજૂ કરી.
 

કુંભ મેળામાં દુર્ઘટના: અમૃત સ્નાને 30ના મોત

મૌની અમાવસ્યાના અમૃત સ્નાન દરમિયાન પ્રયાગરાજમાં ભીડ બેકાબૂ બનતાં ધક્કામુક્કી સર્જાઈ. સત્તાવાર રીતે 30ના મૃત્યુ અને 80 ઘાયલ જાહેર થયા, જોકે મૃત્યુઆંક વધુ હોવાની ચર્ચા રહી.
 

વરસાદી તબાહી: 200ના મૃત્યુ

પંજાબ, ઉત્તરકાશી અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે વિનાશ સર્જ્યો. પંજાબમાં 7.84 લાખ લોકોના ઘર અસરગ્રસ્ત થયા. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી અનેક લોકો દટાયા. કુલ મળીને 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો.
 

દેશમાં ધક્કામુક્કીની ઘટનાઓ: 70 મોત

તામિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની રેલી, બેંગ્લોરમાં IPL ઉજવણી અને દિલ્હીના રેલવે સ્ટેશન પર થયેલી ભીડભેર ઘટનાઓમાં કુલ 70 લોકોએ જીવ ગુમાવ્યા.

વર્ષ 2025 ભારત માટે ગૌરવ અને ચેતવણી બંને લઈને આવ્યું. એક તરફ અંતરિક્ષમાં તિરંગો લહેરાયો, તો બીજી તરફ ભીડ અને આપત્તિઓએ વ્યવસ્થાપનની ખામીઓ દર્શાવી. ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’નો સંદેશ આપતું આ વર્ષ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પાઠ છોડી ગયું.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ