જાણીતા સિંગર હ્યૂમન સાગરનું 34 વર્ષની વયે નિધન થતાં ફેન્સ સ્તબ્ધ! માએ કહ્યું- તબિયત ખરાબ હોવા છતાં પરફોર્મ કરવા મજબૂર કરાયો હતો

જાણીતા સિંગર હ્યૂમન સાગરનું 34 વર્ષની વયે નિધન થતાં ફેન્સ સ્તબ્ધ! માએ કહ્યું- તબિયત ખરાબ હોવા છતાં પરફોર્મ કરવા મજબૂર કરાયો હતો

ઓડિયા સંગીત જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ગાયક હ્યૂમન સાગરનું 34 વર્ષની નાની વયે નિધન થતાં સમગ્ર રાજ્ય અને તેમના લાખો ચાહકો સ્તબ્ધ બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી હ્યૂમન સાગર જીવન-મરણની લડત લડી રહ્યા હતા અને સોમવારે સાંજે ભુવનેશ્વરના AIIMSમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. જે અવાજ લાખો હૃદયોને સ્પર્શતો હતો, તે હવે હંમેશા માટે ખામોશ થઈ ગયો છે, જેના કારણે ઓડિયા ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

તબીબી રિપોર્ટ અનુસાર હ્યૂમન સાગરનું મૃત્યુ મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે થયું છે. તેઓ એક્યુટ-ઓન-ક્રોનિક લિવર ફેલ્યોર, બાયલેટરલ ન્યુમોનિયા અને ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. 14 નવેમ્બરના રોજ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં અને તેમની સ્થિતિ ઝડપથી ખરાબ થતી ગયાં બાદ તાત્કાલિક ICUમાં ખસેડવામાં આવ્યા હતા. શરીરના અનેક મહત્વપૂર્ણ અંગોએ કાર્ય કરવું બંધ કરી દીધું હતું, જેના કારણે આખરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ઓડિશામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બે દિવસ પહેલા તેમની સ્થિતિ નાજુક બનતાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર તેમની સ્લહાઈસે સ્વસ્થ થવાની કામના વ્યક્ત કરી હતી. સમગ્ર રાજ્ય તેમના માટે પ્રાર્થના કરી રહ્યું હતું, પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. હ્યૂમન સાગરના નિધન બાદ તેમની માતા શેફાલી સાગરે મેનેજર અને ઈવેન્ટ આયોજકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ હ્યૂમનની તબિયત ખરાબ હોવા છતાં પણ તેમને સ્ટેજ પર પરફોર્મ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. તેઓ શારીરિક રીતે સંપૂર્ણપણે અસ્વસ્થ હતા છતાં પણ તેઓ પર દબાણ કરવામાં આવ્યું હતું.

હ્યૂમન સાગર માત્ર ગાયક નહોતા, તેઓ લોકોની લાગણીઓનો અવાજ હતા. ફિલ્મ ‘ઈશ્ક તૂ હી તૂ’ ના ટાઇટલ ટ્રેકથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ તેમણે ઓડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજારો ચાહકો મેળવનાર અનેક ગીતો ગાયા. તેમની લોકપ્રિયતા ફક્ત ઓડિયા સુધી મર્યાદિત નહોતી; ‘મેરા યે જહાં’ જેવા તેમની હિન્દી આલ્બમ્સ પણ ખૂબ જાણીતા થયા. ‘નિશ્વાસા’, ‘બેખુદી’, ‘તુમા ઓથા તાલે’ અને ‘ચેહરા’ જેવા તેમના આલ્બમો અત્યંત લોકપ્રિય રહ્યાં. ઓડિશાના પ્રત્યેક ઘરમાં તેમનો અવાજ સાંભળવા મળતો હતો.

અચાનક થયેલા તેમના અવસાનથી માત્ર સંગીત જગત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શોક વ્યાપી ગયો છે. યુવાન વયમાં જ એક પ્રતિભાશાળી અવાજ ખોવાઈ જતાં ચાહકો દુઃખમાં ગરકાવ થઈ ગયા છે.

You may also like

રાજકોટના બિલ્ડરો મુંઝવણભરી પરિસ્થિતિમાં

રાજકોટના બિલ્ડરો મુંઝવણભરી પરિસ્થિતિમાં

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, અમરેલીમાં 9.6° તાપમાન; લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, અમરેલીમાં 9.6° તાપમાન; લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

18 થી 24 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી

ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ ગિરનાર પર 3.4 ડિગ્રી સાથે કડકડતી ઠંડી યથાવત રહી