લાલકિલ્લા આત્મઘાતી હુમલા તપાસમાં ટીએટીપી વિસ્ફોટક, નકલી દસ્તાવેજો અને નેપાળ કનેક્શનના સનસનીભર્યા ખુલાસા Nov 18, 2025 નવી દિલ્હીમાં લાલકિલ્લા નજીક થયેલા આત્મઘાતી વિસ્ફોટ કેસની તપાસ દિવસેને દિવસે નવા અને ચોંકાવનારા વળાંકો લઈ રહી છે. તપાસ એજન્સીઓએ તાજેતરમાં પ્રાપ્ત કરેલી વિગતો મુજબ, ઘટના સ્થળેથી મળેલા ટાયર અને જૂતા બંનેમાં સંવેદનશીલ ટીએટીપી વિસ્ફોટકના અંશો મળી આવ્યા છે, જે ‘શૂ બોમ્બર’ થિયરીને વધુ મજબૂત બનાવી દે છે. આશંકા છે કે આતંકી ઉમરે પોતાના જૂતામાં સ્પાર્ક જનરેટર જેવી કોઈ યાંત્રિક વ્યવસ્થા છૂપાવી વિસ્ફોટ સર્જ્યો હતો.2 ઓક્ટોબરથી જ બ્લાસ્ટની ટ્રાયલ શરૂતપાસમાં ખુલ્યું છે કે આ હુમલાની તૈયારી ઘણી પહેલા, 2 ઓક્ટોબરથી જ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ 28 ઓક્ટોબરે વિસ્ફોટકની અંતિમ ટ્રાયલ કરવામાં આવી હતી. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં કાનપુરમાંથી બોગસ દસ્તાવેજો મેળવી 21 સિમ કાર્ડ્સ ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી 7 કાનપુરથી મેળવાયા હતા. બે સિમ બેકનગંજની આઈડી પરથી બહાર પડતાં સુરક્ષા એજન્સીઓ સચેત બની છે.નેપાળથી પહોંચ્યા 9 મોબાઇલ ફોનતપાસમાં જાણવા મળ્યું છે કે મોડ્યુલે નેપાળથી 9 સેકન્ડ-હેન્ડ મોબાઇલ ફોન મેળવ્યા હતા. વિશેષ સેલે બેકનગંજમાં કપડાની દુકાન ચલાવતા ઉસ્માન સહિત શંકાસ્પદ વ્યક્તિઓની કલાકો સુધી પૂછપરછ કરી હતી, જોકે હજુ સુધી કોઈ મોટા પુરાવા મળી આવ્યા નથી.ડોક્ટરોનો ટેરર મોડ્યુલ અને તેમના સંપર્કઆ કેસમાં ડો. પરવેઝ, ડો. આરિફ, ડો. ફારુક અહમદ ડાર અને ડો. ઉમર વચ્ચે વિસ્ફોટના એક કલાક પહેલાં સુધી સંપર્ક રહેલો હતો. ડો. શાહીન, જે આ મોડ્યુલની મુખ્ય મહિલા સંચાલિકા હોવાનું બહાર આવ્યું છે, ઓક્ટોબરમાં કાનપુરમાં જોવા મળી હતી. તે ‘વુલ્ફપેક’ નામના વોટ્સએપ ગ્રુપની એડમિન હતી અને તેને ‘મેડમ સર્જન’ તરીકે ઓળખવામાં આવતું હતું. શાહીન ‘ઓરોરા’ અને ‘લૂના’ નામે બે મહિલા આતંકી ટીમ બનાવી રહી હતી.ડ્રોનને રોકેટમાં ફેરવવાનો પ્લાનતપાસમાં સૌથી ચોંકાવનારું તથ્ય એ છે કે આતંકી ગૃપ ઈઝરાયેલ-ઈરાન અથવા રશિયા-યુક્રેન યુદ્ધની જેમ ડ્રોનને મોડિફાઈ કરી રોકેટ બનાવવા માટે પ્લાન કરી રહ્યાં હતાં. તે માટે તેઓ એવા એન્જિનિયરોને શોધી રહ્યા હતા, જેમને ડ્રોન ટેકનોલોજી જાણકાર હતી અને જેઓને રેડિકલાઇઝ કરવું સરળ હોય.આ ડ્રોનનો ઉપયોગ કરી હુમલાના સંભવિત સ્થળોની ફોટોગ્રાફી, મેપિંગ અને સર્વેલન્સ કરવાની યોજના હતી.આગળી તપાસમાં વધુ ખુલાસાની આશાહાલ તપાસ એજન્સીઓ ડો. મુઝમ્મિલ અને ડો. આદિલ સહિત અન્ય શંકાસ્પદોની સામસામી પૂછપરછ કરી રહી છે. મળેલા પુરાવા અને મોબાઇલ ડેટા એનાલિસિસ પરથી વધુ મોટી આંતરરાષ્ટ્રીય કડી સામેથી આવી શકે છે.આ કેસ દેશની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે. તપાસ એજન્સીઓ તમામ એંગલ પરથી કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં વધુ સનસનીખેજ ખુલાસાઓ થવાની પૂરી શક્યતા છે. Previous Post Next Post