ગુજરાત પોલીસ–મેપમાયઇન્ડિયા MoUથી રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ, નેવિગેશન અને માર્ગ સલામતી માહિતી હવે મોબાઇલમાં ઉપલબ્ધ Nov 18, 2025 ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે રાજ્ય પોલીસ વિભાગે એક મોટી પહેલ કરી છે. ગુજરાત પોલીસ અને સ્વદેશી નેવિગેશન એપ ‘મેપમાયઇન્ડિયા’ (Mappls) વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ હવે રાજ્યના નાગરિકોને તેમના મોબાઇલમાં જીવંત ટ્રાફિક માહિતી, બંધ રસ્તા, અકસ્માત ઝોન, બ્લેક સ્પોટ્સ, સ્પીડ લિમિટ સહિતની અગત્યની જાણકારી એક ક્લિકમાં મળી રહેશે.રિયલ-ટાઈમ ટ્રાફિક અપડેટ હવે આંગળીના ટેરવેમેપમાયઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્ય માટે ખાસ ફીચર્સ ડેવલપ કરવામાં આવ્યા છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલા બ્લેક સ્પોટ્સ, સંભવિત અકસ્માત ઝોન અને ડાર્ક રોડનો ડેટા એપમાં અપડેટ કરી દેવાયો છે. હવે એપ યૂઝરને મુસાફરી દરમિયાન જોખમી સ્થળોની અગાઉથી સૂચના આપે છે, જેથી અકસ્માતો અટકાવવામાં મદદ મળશે.તે ઉપરાંત, સ્પીડ લિમિટની માહિતી પણ એપમાં ઉમેરવામાં આવી છે, જેથી વાહનચાલકોને માર્ગની મર્યાદા વિશે ચોક્કસ સમજ મળશે.બંધ રોડ, રેલી અને રોડ વર્કની માહિતી તરત જ મળશેMoU મુજબ ગુજરાત પોલીસ હવે મેપમાયઇન્ડિયાને દરરોજ રિયલ-ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી પૂરી પાડશે.આમાં સમાવેશ થાય છે:રોડ બંધ હોવાની માહિતીરોડ વર્ક, રિપેર અને ખોદકામરેલી, જાહેર કાર્યક્રમો કે વીઆઈપી મૂવમેન્ટટ્રાફિક ડાઈવર્ઝનઆ અપડેટ્સને આધારે ડ્રાઈવર વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે અને ટ્રાફિકની મુશ્કેલીમાંથી બચી શકશે.તમામ જિલ્લાની પોલીસે મેળવી તાલીમઆ પ્રોજેક્ટને અસરકારક રીતે અમલમાં મુકવા માટે દરેક જિલ્લાની પોલીસને ખાસ વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા ડેટા અપડેટ કરવાની તાલીમ આપવામાં આવી છે. હવે દરેક જિલ્લા પોલીસ પોતાની વિસ્તારની ટ્રાફિક સ્થિતિ રિયલ-ટાઈમમાં એપ પર અપડેટ કરશે.નાગરિકોને એપ ડાઉનલોડ કરવાની અપીલગુજરાત પોલીસએ રાજ્યના તમામ નાગરિકોને Mappls એપ ડાઉનલોડ કરીને તેનો વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેથી મુસાફરી સરળ, સલામત અને ઝડપી બને.Mappls એપમાં મળતા મહત્વપૂર્ણ ફીચર્સબ્લેક સ્પોટ્સની માહિતીઅકસ્માત ઝોનડાર્ક અને જોખમી રસ્તાઓ અંગે એલર્ટસ્પીડ લિમિટરિયલ-ટાઈમ ટ્રાફિક એડવાઈઝરીનેવિગેશન સાથે સુરક્ષા માહિતીરિયલ-ટાઈમ અપડેટમાં શું મળશે?ટ્રાફિક જામટ્રાફિક ડાઈવર્ઝનરોડ વર્ક/ખોદકામરોડ પરના સ્પીડ બ્રેકર અને ખાડાઓરોડ બંધ થતા વૈકલ્પિક માર્ગવીઆઈપી કાફલોગુજરાત સરકારની આ પગલું રાજ્યમાં રોડ સેફ્ટી સુધારવા, અકસ્માત ઘટાડવા અને મુસાફરીને વધુ સુગમ બનાવવા તરફનું મોટું પગલું છે Previous Post Next Post