સિંગતેલમાં પ્રતિ ડબ્બા દીઠ ₹50 જ્યારે કપાસિયા તેલ પણ ₹40 જેટલું મોંઘું થયું

સિંગતેલમાં પ્રતિ ડબ્બા દીઠ ₹50 જ્યારે કપાસિયા તેલ પણ ₹40 જેટલું મોંઘું થયું

અમદાવાદ, 

તહેવારોની સિઝન પૂર્વે જ ખાદ્યતેલોના ભાવમાં તોતિંગ વધારો

આગામી દિવસોમાં આવનારા રક્ષાબંધન, શ્રાવણ માસ અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારોને લઈ લોકો તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ તહેવારો પૂર્વે જ ખાદ્યતેલોના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. ખાદ્યતેલોમાં આવેલા અચાનક ભાવ વધારાને કારણે સામાન્ય વર્ગના લોકોની ચિંતામાં મોટો વધારો થયો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ અસર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં જોવા મળી છે. બજારમાં સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બા દીઠ ₹50નો વધારો થયો છે, જ્યારે કપાસિયા તેલ પણ ₹40 જેટલું મોંઘું થયું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓમાં થયેલા આ ભાવ વધારાને લઈને ગ્રાહકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

તહેવારો દરમિયાન ઘરમાં તહેવારની વાનગીઓ બનતી હોય છે, જેમાં ખાદ્યતેલનો ઉપયોગ અનિવાર્ય છે. આવી સ્થિતિમાં તેલના ભાવમાં થયેલો આ વધારો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ બની રહ્યો છે. વેપારીઓના મતે બજારમાં તેલની માગ વધવાની સાથે જ ભાવમાં આ ઉછાળો આવ્યો છે. જો આ જ રીતે ભાવ વધારો ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં તહેવારોની ઉજવણી કરવી સામાન્ય લોકો માટે વધુ મોંઘી સાબિત થઈ શકે છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન