દિલ્હી-NCR રેપ કેસ પર સર્વોચ્ચ અદાલતની લાલ આંખ: પોલીસ તંત્ર સામે ઉઠ્યા સવાલો

દિલ્હી-NCR રેપ કેસ પર સર્વોચ્ચ અદાલતની લાલ આંખ: પોલીસ તંત્ર સામે ઉઠ્યા સવાલો

નવી દિલ્હી,

માત્ર ધરપકડ પૂરતી નથી, મહિલાઓ-બાળકો વિરુદ્ધના અપરાધો અટકાવવા શું કરી રહ્યા છો?: સુપ્રીમ


દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં તાજેતરમાં સામે આવેલા રેપ અને યૌન હિંસાના વધતા જતા કેસોના અહેવાલો બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે કડક રૂખ અપનાવતાં સ્વતઃ (સુઓમોટો) સંજ્ઞાન લીધું છે.

દિલ્હી પોલીસ અને સબંધિત વહીવટી તંત્રને આડેહાથ લેતાં સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં પૂછ્યું છે કે, દિલ્હી-NCR વિસ્તારમાં આવા જઘન્ય ગુનાઓને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા વાસ્તવિક ધોરણે અત્યાર સુધી શું પગલાં ભરવામાં આવ્યા છે? કોર્ટે સ્પષ્ટપણે ટકોર કરી છે કે માત્ર કોઈ ગુનો ઘટી ગયા બાદ આરોપીઓની ધરપકડ કરી લેવી કે કાયદાકીય કાર્યવાહી કરવી એ પૂરતું નથી, પરંતુ આવા ગંભીર અપરાધો બને જ નહીં તે માટે જમીની સ્તરે નક્કર અને અસરકારક નિવારક વ્યવસ્થા ગોઠવવી અત્યંત આવશ્યક છે. આ કડક વલણથી સમગ્ર પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો