શટડાઉનને હળવાશથી લેતા વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૩માં ચાર દિવસ પાણી પુરવઠો ઠપ રહેશે

શટડાઉનને હળવાશથી લેતા વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૩માં ચાર દિવસ પાણી પુરવઠો ઠપ રહેશે

રાજકોટ,

આયોજનના અભાવે ત્રણ મહત્વના વોર્ડના લાખો નાગરિકોને આગામી ચાર દિવસ સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

મહાનગરપાલિકાના સત્તાધીશો અને તંત્રની ગંભીર બેદરકારી તથા કુંભકર્ણની નિદ્રા સમાન વહીવટના કારણે શહેરીજનોએ ફરી એકવાર ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાણી વિતરણ વ્યવસ્થા અને જાળવણી માટે લીધેલા શટડાઉનને મનપા દ્વારા યોગ્ય ગંભીરતાથી ન લેવામાં આવતાં, શહેરના વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૩ના વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ અને કાગળ પરના આયોજનો પોકળ સાબિત થયા છે, જેના કારણે શાસકોની નબળાઈ ખુલ્લી પડી ગઈ છે. સમયસર અને પૂરતું આયોજન કરવાના બદલે તંત્રની ઉદાસીનતાના કારણે આ ત્રણેય વોર્ડના વિસ્તારોમાં પાણીની હાહાકાર મચી જવા પામી છે. સ્થાનિક રહીશોમાં તંત્રની આ અસહાય અને લાપરવાહ નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શટડાઉનની આ અણઘડ કામગીરીના કારણે સામાન્ય જનતાએ આગામી ચાર દિવસ સુધી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે, છતાં જવાબદાર અધિકારીઓ અને શાસકો આ બાબતે ગંભીર દેખાઈ રહ્યા નથી. નાગરિકોમાં એવી ચર્ચા જગાવી છે કે જો વહીવટી તંત્ર અગાઉથી જ સચેત થઈ ગયું હોત, તો પ્રજાને આ પ્રકારે મુશ્કેલીમાં મુકાવું ન પડત.

You may also like

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ માટે સરયૂ તટે લાખો દીવડાઓના રેકોર્ડ સર્જવાની તૈયારીઓ પૂર્ણ

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

જિયોને પછાડી એરટેલ ફરી દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક ૩.૫૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો

ઝારખંડના મંત્રી ઈરફાન અંસારીના નિવેદન પર ભાજપના આકરા પ્રહારો