રાજ્યમાં તલાટીઓ લડાયક મૂડમાં: મહેસૂલી કામગીરી ઠપ્પ કરવાની ચીમકી

રાજ્યમાં તલાટીઓ લડાયક મૂડમાં: મહેસૂલી કામગીરી ઠપ્પ કરવાની ચીમકી

 રાજકોટ,

વર્ષ 2022થી પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારને અલ્ટીમેટમ: કામના ભારણથી તલાટીઓમાં ભારે રોષ

રાજ્યભરના પંચાયત તલાટીઓ લાંબા સમયથી ચાલી આવતી પોતાની પડતર માંગણીઓને લઈને હવે લડાયક મિજાજમાં જોવા મળી રહ્યા છે. મહેસૂલી અને પંચાયત વિભાગના કામના વિભાજનના અભાવે તલાટીઓ પર કામનું અસહ્ય ભારણ વધી ગયું છે, જેના પગલે આગામી સમયમાં મહેસૂલી તલાટીઓની નિમણૂક બાદ પણ તલાટીઓ દ્વારા અનેક મહત્વની કામગીરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યના તલાટીઓની મુખ્ય માંગણી મહેસૂલી અને ખેતીવાડી વિભાગની કામગીરીના સ્પષ્ટ વિભાજનની છે. વર્ષ ૨૦૨૨થી આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરવા છતાં, સરકાર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા તલાટીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. હાલની સ્થિતિમાં એક જ કર્મચારી પર અનેક વિભાગોની કામગીરીનો બોજ હોવાથી વહીવટી કામકાજ પર પણ અસર પડી રહી છે.

કાર્ય વિભાજનનો મુદ્દો વર્ષોથી અધ્ધરતાલ 

સરકારના ઉદાસીન વલણથી રોષે ભરાયેલા તલાટી મંડળે હવે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો વહેલી તકે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મહેસૂલી અને ખેતીવાડી વિભાગને લગતી તમામ પ્રકારની કામગીરીઓ તલાટીઓ દ્વારા સદંતર બંધ કરી દેવામાં આવશે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરી ખોરવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન